Homeદેશ વિદેશસબમરીન ‘આઈએનએસ વાગિર’ તરતી મુકાઈ

સબમરીન ‘આઈએનએસ વાગિર’ તરતી મુકાઈ

સબમરીન ‘આઈએનએસ વાગિર’ તરતી મુકાઈ

મુંબઈ: કલ્વારી ક્લાસની પાંચમી સબમરીન ‘આઈએનએસ વાગિર’ સોમવારે ભારતીય નૌકાદળમાં સામેલ થઈ હતી. ફ્રાન્સની ટેક્નોલૉજી પર આધારિત સબમરીન ‘આઈએનએસ વાગીર’ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સે બાંધી છે. સોમવારે ‘આઈએનએસ વાગિર’ સબમરીન તરતી મૂકવાના સત્તાવાર કાર્યક્રમમાં નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર ઉપસ્થિત હતા.
નૌકાદળની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ સબમરીન દરિયાઈ સીમાના રક્ષણ માટે દુશ્મનોના પ્રતિકાર અને વ્યૂહાત્મક દૃષ્ટિએ ભારતની ક્ષમતા વધારશે. આવી સબમરીન કટોકટીના સમયમાં નિર્ણાયક કામગીરી બજાવે છે. સેન્ડ શાર્ક કે ટાઇગર શાર્ક નામે ઓળખાતી વિશાળકાય માછલીનું એક નામ ‘વાગિર’ છે. એ માછલી શાંત દેખાય છે અને છંછેડાય ત્યારે વિનાશક બને છે. વાગિર કે સેન્ડ શાર્ક ચુપકીદીથી પ્રહારની ક્ષમતા અને વિનાશકતાનું પ્રતીક છે.
ઍડમિરલ આર. હરિકુમારે જણાવ્યું હતું કે પ્રચંડ ઘાતક ક્ષમતા ધરાવતાં વિનાશક શસ્ત્રોના ‘લેધલ પ્લેટફોર્મ’ વાગીરની પ્રહારશક્તિ જબ્બર છે. ચોવીસ મહિનાના ગાળામાં ત્રીજી સબમરીન ‘વાગિર’ નૌકાદળમાં સામેલ થઈ રહી છે. આ નાની સિદ્ધિ નથી. તેમાં ભારતીય નૌકાદળની સજ્જતા ઉપરાંત દેશની જહાજ બાંધકામની અસાધારણ ક્ષમતા પણ પુરવાર થાય છે. મઝગાંવ ડૉક લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર નારાયણ પ્રસાદે જણાવ્યું હતું કે ‘વાગિર’ના દરિયાઈ કામગીરીની તૈયારી સંબંધી ટ્રાયલ્સ વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનાથી ૧૧ મહિનામાં પૂરા થયા હતા. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular