સન્ડે સ્ટ્રીટમાં ગૃહ પ્રધાન સહિત અક્ષય કુમારે લીધો ભાગ

આમચી મુંબઈ

ચલે ચલો… સન્ડે સ્ટ્રીટ અભિયાન અંતર્ગત રવિવારે દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે રાજ્યના ગૃહ પ્રધાનની સાથે સાથે બોલીવૂડના અભિનેતા અક્ષય કુમારે ભાગ લીધો હતો. અક્ષય કુમારે દોડ લગાવતા તેની સાથે પોલીસ અને અન્ય જવાનો જોવા મળ્યા હતા. (અમય ખરાડે)

મુંબઈ: નાગરિકોને ઘરની બહાર નીકળીને આરોગ્યવર્ધક અને મનોરંજન સંબંધિત વિવિધ ગતિવિધિઓમાં ભાગ લેવા અંગે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશને લઈને ચાલુ કરવામાં આવેલી સન્ડે સ્ટ્રીટમાં રવિવારે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલ, મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે અને બોલીવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમારે ભાગ લીધો હતો. રવિવારે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે દિલીપ વળસે પાટીલ અને અક્ષય કુમારે સાઈકલ ચલાવતા જોવા મળ્યા હતા.
આ પહેલને કારણે દર રવિવારે અમુક સ્ટ્રીટના રસ્તા પરથી વાહનોની અવરજવર બંધ રાખવામાં આવે છે.
રવિવારે સવારના સાત વાગ્યાથી દસ વાગ્યાના ત્રણ કલાક માટે સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં કેટલાક લોકોએ યોગની સાથે સાઈકલિંગ, જોગિંગ કરવાની સાથે અમુક સાંસ્કૃતિક અને મનોરંજના સંબંધિત પ્રવૃત્તિઓ કરી હતી.
સંજ્ય પાંડેએ પોલીસ કમિશનરનો હોદ્દો સંભાળ્યા પછી સન્ડે સ્ટ્રીટ નામની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સન્ડે સ્ટ્રીટ દરમિયાન નાગરિકો પોતાનાં બાળકો સાથે રસ્તાઓ પર યોગાભ્યાસ કરી શકે છે. એટલું જ નહીં, સાઈકલિંગ, સ્કેટિંગ પણ કરી શકે છે, એમ પોલીસે અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.