સત્યેન્દ્ર જૈનને કોઇ રાહત નહી, દિલ્હી કોર્ટે જામીન અરજી ફગાવી

ટૉપ ન્યૂઝ

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે હાલમાં તિહાર જેલમાં જ રહેવું પડશે. CBIની વિશેષ અદાલતે શનિવારે AAP નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીને ફગાવી દીધી હતી. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં 30 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 30 મેના રોજ મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના મંત્રીના પરિવાર સાથે જોડાયેલી રૂ. 4.81 કરોડની સંપત્તિ ED દ્વારા આ વર્ષે એપ્રિલમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં જપ્ત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સત્યેન્દ્ર જૈનને નિર્દોષ ગણાવીને તેમનો સતત બચાવ કરી રહ્યા છે. કેજરીવાલે પણ ઇડી અને સીબીઆઇના બહાને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં જ મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં કેજરીવાલે જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈન એકદમ ઇમાનદાર વ્યક્તિ છે અને ઇડીની તપાસમાં તેઓ નિર્દોષ સાબિત થશે. કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે અને વિરોધીઓને ફસાવી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.