સત્યેન્દ્ર જૈનનાં ઠેકાણાં પર ઇડીના દરોડા

દેશ વિદેશ

૨.૮૫ કરોડ રૂપિયા, સોનાના ૧૩૩ સિક્કા જપ્ત કર્યા

નવી દિલ્હી: મની લૉન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈન અને તેમના કહેવાતા સાથીઓના જુદા જુદા ઠેકાણાં પર દરોડા પાડીને ૨.૮૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ અને કુલ ૧.૮૦ કિલો વજનની ૧૩૩ બિનહિસાબી સુવર્ણમુદ્રા જપ્ત કરવામાં આવ્યા હોવાનું ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અમલદારોએ જણાવ્યું હતું. સત્યેન્દર જૈનને મની લૉન્ડરિંગમાં સીધી કે આડકતરી રીતેમદદરૂપ થયેલા કે સહભાગી થયેલા લોકોના ઠેકાણાં પર સોમવારે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બિનહિસાબી રોકડ અને સિક્કા ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હતા. ૩૦ મેએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની ફોજદારી કલમો હેઠળ સત્યેન્દર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરવામાં આવતા જજે તેમને ૯ જૂન સુધી ઇડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ઇડીએ ગયા એપ્રિલ મહિનામાં સત્યેન્દર જૈનના પરિવાર અને કંપનીઓની ૪.૮૧ કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટૅચ કરી હતી. (એજન્સી)ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.