શ્રીલંકા બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં ખેંચી ગયું

સ્પોર્ટસ

ચટગાંવ : શ્રીલંકા અને બાંગ્લા દેશ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટના પાંચમાં દિવસે મેચ ડ્રોમાં પરિણમી હતી. શ્રીલંકાએ પહેલા દાવમાં ૩૯૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગલા દેશે ૪૬૫ રન બનાવી ૬૮ રનની સરસાઇ મેળવી હતી.
શ્રીલંકાએ બીજા દાવમાં ૧૬૧ રનમાં છ વિકેટ ગુમાવતા લાગતું હતું કે મેચ તેના હાથમાંથી સરી જશે, કારણ કે સરસાઇ બાદ કરતાં તેની પાસે છ વિકેટના ભોગે ૯૩ રન જ બચ્યા હતા. જોકે, ત્યાર બાદ દિનેશ ચાંદીમલ (૩૯ નોટ આઉટ) અને ડિકવેલાએ (૬૧ નોટ આઉટ) શાનદાર પ્રદર્શન કરતાં મેચ ડ્રોમાં ગઇ હતી. બન્ને કૅપ્ટનની સહમતિથી મેચ બંધ રાખવામાં આવી ત્યારે શ્રીલંકાની છ વિકેટે ૨૬૦ રન થયાં હતાં.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.