શૅરબજારમાં બેતરફી ચાલે બજાર નરમ રહી શકે છે: ચાંદીમાં નરમાઇની ચાલ જોવા મળે

શેરબજાર

ગ્રહ સંકેત – વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલીક સ્થિતિ: આ સપ્તાહમાં શુક્ર અને શનિનો કેન્દ્રયોગ બને છે. આ સાથે શુક્ર પ્લુટો સાથે ત્રિકોણયોગમાં છે. શનિ વક્રી છે.
શૅરબજાર: આ સપ્તાહની શરૂઆત નરમ બજારથી થઇ શકે છે. પણ બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. પણ ધ્યાન નરમ રાખીને વેપાર કરવો. આ સપ્તાહની શરૂઆતમાં બૅન્ક નિફટીમાં વેચાણ કરતાં જવું. આ સપ્તાહમાં બન્ને સાઇડની રમત બજાર બતાવી શકે છે. પણ ઊંચા મથાળે તેજીનો વેપાર કરવો નહીં. નિફટી વેચીને વેપાર કરવો અને નિફટી પુટ બાય કરીને ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવી શકે છે. નફો બુક કરતાં જવો લાભદાયી રહે. સપ્તાહના મધ્યથી અંતિમ દિવસોમાં એક કે બે દિવસ બજારમાં ઉછાળા જોવા મળી શકે છે. એકાદ દિવસ બજારમાં સારો તેજીનો ઉછાળો આવી શકે છે. સપ્તાહની મધ્યથી અંતિમ દિવસોમાં બજાર બેતરફી રહી શકે છે. આ સપ્તાહમાં બૅંક, રિલાયન્સ, ઑટો સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે
સોના-ચાંદી : આ સપ્તાહમાં સોના અને ચાંદી વાયદા અને હાજર બજારમાં ભાવ નરમાઇતરફી રહી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચાણ કરીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં ચાંદીમાં વેચવાલી આવી શકે છે. આ સપ્તાહમાં સિલ્વરમાં મોટી વેચવાલી જોવા મળે. સપ્તાહની મધ્યમાં નફારૂપી વેચવાલી આવતા ભાવ નરમ જોવા મળે. નફો બુક કરતાં જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં સોના અને ચાંદીમાં સામાન્ય મજબૂતી જોવા મળે. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઇટ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચાણ કરીને વેપાર કરવો લાભદાયી થઇ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના-ચાંદીમાં નફારૂપી લેવાલી આવતાં બેતરફી વધઘટ આવી શકે છે.
ક્રૂડ ઑઇલ: આ સપ્તાહમાં ક્રૂડ ઑઇલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઑઇલમાં ભાવમાં મજબૂતાઇ બતાવી શકે છે. ક્રૂડ ઑઇલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઑઇલમાં નવી લેવાલી નીકળતાં ભાવમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતીતરફી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સિંગતેલ તેલ, કપાસિયા તેલ, એરંડા, તેલીબિયાં અને દીવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલબિયાં, કપાસીયા, એરંડા, દીવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઇ અથવા સાંકડી વધઘટ જોવા મળે. કપાસિયા, એરંડા અને દીવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઇ જોવા મળે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.