શૅરબજારમાં પાંચ સપ્તાહની તેજીને બ્રેક: ફેડરલના સ્ટાન્સની અસર વર્તાશે આ સપ્તાહે

વેપાર વાણિજ્ય

ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા

મુંબઇ: સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૫૯,૬૪૬.૧૫ના બંધ સામે ૮૧૨.૨૮ પોઈન્ટ્સ અથવા તો ૧.૩૬ ટકા ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૫૯,૩૬૧.૦૮ ખૂલી, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ઊંચામાં ૫૯,૪૮૪.૩૫ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ નીચામાં ૫૮,૧૭૨.૪૮ સુધી જઈ અંતે ૫૮,૮૩૩.૮૭ બંધ રહ્યો હતો. સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૨૭૬.૯૬ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૨૭૭.૭૭ લાખ કરોડ હતું. અફડાતફડી સાથે જંગ લડતા શેરબજારમાં પાછલા સપ્તાહના અંતે, પાંચ સપ્તાહની તેજીને બ્રેક લાગી હતી. રિલાયન્સની એજીએમ, ક્રીડના ૧૦૦ ડોલરથી ઊંચે પહોંચેલા ભાવ, ડોલર ઇન્ડેકસની મજબૂકતી ઉપરાંત ખાસ કરીને વૈશ્રિવ્ક અર્થતંત્રના નબળાિ સાથે ફેડરલ રિઝર્વના ચેરમેને પોવેલે આક્રમક વલણ અપનાવવાના સંકેત આપ્યા હોવાથી તેની અસર આ સપ્તાહે વિશ્ર્વબજાર સાથે ભારતીય બજારને પણ અસ્થિર બનાવે એવી સંભાવના છે. સપ્તાહ દરમિયાન લાર્જ શેર જ્યારે પિટાઇ રહ્યાં હતાં ત્યારે પણ નાના શેરોમાં સારી લેવાલી અને સુધારો જારી રહ્યો હતો. એક અભ્યાસ અનુસાર ૬૨ સ્મોલકેપ્સમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વના હોકિસ સ્ટાન્સના સંકેત પછી ડાઉ જોન્સમાં ૧૦૦ પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો હોવાથી આવતા સત્રમાં તેની અસર જોવા મળેે એવી સંભાવના છે. દરમિયાન એક ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિફ્ટી ૧૭૩૫૦થી ઉપર ટકી રહ્યો છે ત્યાર સુધી ચિંતાની કોઈ વાત નથી, જોકે તે અ પોતાના મહત્વના સપોર્ટની નીચે લપસવા મંડશે તો ૧૭૧૦૦-૧૭૦૦૦ ની મુખ્ય સપોર્ટ ઝોનની તરફ આગળ વધી શકે છે.
પાછલા સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં ઘણો ઉતારચઢાવ જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાંથી પ્રત્યેકમાં એકાદ ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્ર્વિક ઇક્વિટી બજારના મિશ્ર સંકેતો, રૂપિયા સામે ડોલરની વધતી જતી મજબૂતી અને ક્રૂડ ઓલિના ઊંચા ભાવ જેવા પરિબળોની વચ્ચે શેરબજારમાં પાંચ સપ્તાહની આગેકૂચને બ્રેક મારી હતી. જો કે વિદેશી રોકાણકારના સમાચારથી બજારના ઘટાડામાં અમુક ટેકો મળ્યો હતો. સપ્તાહ દરમિયાન એક તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ વેચવાલી શરૂ કરીને વધારી હતી તો સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ લેવાલી ધીમી કરવા છતાં ચાલુ રાખી હતી. એક અહેવાલ અનુસાર એફઆઇઆઇ આગળ પમ લેવાલી ચાલુ રાખે એવી આશા છે.
સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહે બીએસઈ સેન્સેક્સ ૮૧૨.૨૮ પોઇન્ટ એટલે કે ૧.૩૨ ટકાના ઘટાડા સાથે ૫૮૮૩૩.૮૭ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી-૫૦ ૧૯૯.૫૫ પોઇન્ટ અથવા તો ૧.૧૨ ટકા ઘટીને ૧૭૫૫૮.૯ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. એ બાબત નોંધવી રહી કે આ મહિનામાં અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં બબ્બે ટકાથી વધુ તેજી જોવા મળી છે. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએે તો નિફ્ટી ઇંફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સમાં ૪.૫ ટકા, નિફ્ટી ફાર્મામાં ૧.૭ ટકા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફ્ટી પીએસયૂ બેન્ક ઇન્ડેક્સ ૪.૪ ટકા વધ્યો છે.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન પસંદગીના નાના શેરોમાં લેવાલી અને સુધારો ચાલુ રહ્યો હતો, જ્યારે લાર્જ કેપ શેરોમાં સતત વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી. આ જ કારણસર સપ્તાહ દરમિયાન સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ એક ટકાનો અનેે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો વઘારો નોંધાયો હતો, જ્યારે લાર્જકેપ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ પ્રારંભિક માહિતી અનુસાર એફઆઇઆઇએ ગયા સપ્તાહ ૪૫૦.૩૬ કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદી વનોંધાવી હતી, જ્યારે ડીઆઇઆઇએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂપિયા ૫૦૩.૩૨ કરોડની વેચવાલી નોંધાવી હતી.
ઓગસ્ટમાં અત્યાર સુધી વિદેશી ફંડોએ ૧૮,૪૨૦.૯ કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદી છે. જ્યારે ભારતીય સંસાથાગત રોકાણકારોએ ૬૫૫૫.૯૯ કરોડ રૂપિયાની ઇક્વિટી વેચી છે. બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં જે લગભગ એક ટકાની તેજી આવી, તેમાં ૬૨ શેરોમાં આવેલા દસથી ૩૩ ટકાના ઉછાળાનું પણ યોગદાન છે. દરમિયાન, ભારતની અગ્રણી ખાનગી નોનલાઇફ ઇન્સ્યોરન્સ કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે આરોગ્ય, મોટર, ટ્રાવેલ અને કોર્પોરેટ સેગમેન્ટમાં રાઇડર્સ અને એડઓન્સ અને અપગ્રેડ સહિત ૧૪ નવા અથવા વીમા સોલ્યુશન્સ લોન્ચ કર્યા હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.