શાહરુખની ફિલ્મ ‘જવાન’નું ટીઝર લૉન્ચ

મેટિની

શાહરુખ ખાન તથા દિગ્દર્શક એટલીની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘જવાન’નું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે બીજી જૂનના રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત પણ અત્યારથી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે સૌથી પહેલાં કિંગખાનની ‘પઠાન’ ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થશે, ત્યાર બાદ વર્ષના અંતમાં ૨૨ ડિસેમ્બરે ‘ડંકી’ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પણ હવે વચ્ચે જ જૂનમાં કિંગખાનની ફિલ્મ ‘જવાન’નું ટીઝર લૉન્ચ કરીને તેની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. એક વાત તો ચોક્કસ છે કે આવનારું વર્ષ કિંગખાન અને તેના ફેન્સ માટે ચોક્કસ જ મહત્ત્વનું સાબિત થવાનું છે, કારણ કે તેની ત્રણ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. ફિલ્મના ટીઝરમાં શાહરુખ ઈજાગ્રસ્ત જોવા મળે છે. તેના ચહેરા, માથા તથા હાથ પર પટ્ટી લાગેલી જાવા મળે છે. આ એક્શન પેક્ડ ફિલ્મ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. સાઉથની એક્ટ્રેસ નયનતારા ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરના રોલમાં છે. સાન્યા મલ્હોત્રા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ‘જવાન’ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ તથા ક્ધનડ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મને શાહરુખ ખાનની કંપની જ પ્રોડ્યુસ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.