શક્તિ સુપ્ત અને લુપ્ત થતી નથી, શ્રદ્ધા-સાધના અને તપસ્યા ફળિભૂત થાય છે: નરેન્દ્ર મોદી

દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આજે સદીઓ પછી ર્માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઊર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત પણ કરે છે. વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે પણ મહાકાળીના આશીર્વાદ મેળવી પ્રભુ સેવાથી પ્રજા સેવાનો માર્ગ કંડાર્યો હતો એ જ રીતે મહાકાળીએ આપણને ઊર્જા-ત્યાગ-સમર્પણ સાથે દેશના જન-જનનો સેવક બનીને સેવા કરવાના આશીર્વાદ મને આપ્યા છે એવું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે માતાના દરબારથી સંતોને સંબોધન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મારુ જીવન ધન્ય થઈ ગયું. સપનું સંકલ્પ બનતું હોય અને તે સિદ્ધ થતું હોય તો આનંદ થાય છે. આજની પળ મારા અંતરમનને
વિશેષ આનંદ આપે છે.
પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઊર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુપ્ત અને લુપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં ર્માં કાળીના આશીર્વાદથી આ જ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઊંચું કરે છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનું પ્રતીક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્ર્વત રહે છે તેનું પ્રતીક છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનું પુનર્નિમાણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.
તેમણે કહ્યું કે, માતા મને પણ આશીર્વાદ આપે કે હું વધુ ઊર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારું જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હું દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું છું.
વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયું તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના પડકારરૂપ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યું છે. આજે તેમનું સપનું પૂરું થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રવાસન પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. રાજ્ય સરકાર યાત્રિકોની પ્રાર્થના અને પર્યટન બંને સુગમ બને તે માટે પ્રયત્નશીલ છે, જેના પરિણામે ગુજરાતના યાત્રાધામો ભવ્ય બની રહ્યા છે. ગુજરાતની પવિત્રભૂમિ પર અનેક પ્રતિષ્ઠિત દેવસ્થાનો છે જેના કારણે રાજ્યમાં પિલ્ગ્રિમેજ ટૂરિઝમનો મોટા પાયે વિકાસ થયો છે.
આ અવસરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ટ્રસ્ટી મંડળ દ્વારા ચાંદીનું શ્રી કાલી યંત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા પાવાગઢ ખાતેના વન પ્રોજેક્ટ માટે ૬૦ લાખ રૂપિયાનો ચેક રાજ્ય સરકારને અર્પણ કરવામાં આવ્યો હતો.
—————
માતા હીરાબાના ચરણ પખાળીને આશીર્વાદ લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વહેલી સવારે ગાંધીનગરના રાયસણ ખાતે રહેતાં માતા હીરાબાનાં શતાયુ જન્મ દિવસે તેમના ચરણ પખાળીને આશીર્વાદ લીધા હતા. હીરાબાને સ્વસ્થ તેમ જ દીર્ઘાયુની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાળ્યા હતા. તેમણે માતૃશ્રી સાથે અડધો કલાકથી વધારે સમય ગાળ્યો હતો. તેમણે હીરાબાને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. વડા પ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં માતા વિશે લખ્યું હતું કે, માઁ, આ માત્ર શબ્દ નથી, પરંતુ જીવનની એ ભાવના છે, જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્ર્વાસ અને ઘણું બધું સમાયેલુ છે. મારી માતા, હીરા બા આજે ૧૮ જૂનના રોજ ૧૦૦માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હું મારી ખુશી અને સૌભાગ્ય વ્યક્ત કરું છું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.