Homeદેશ વિદેશવિશ્વમાં ૩૩ ટકા દૂધનું ઉત્પાદન ભારતમાં થશે: અમિત શાહ

વિશ્વમાં ૩૩ ટકા દૂધનું ઉત્પાદન ભારતમાં થશે: અમિત શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ભારતે ૨૦૩૩-૩૪ સુધીમાં ૩૩ કરોડ મેટ્રિક ટન (એમએમટી) અથવા વૈશ્ર્વિક દૂધ ઉત્પાદનમાં ૩૩ ટકા યોગદાન આપવાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજીત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં અમિત શાહે જણાવ્યું હતું કે આપણે વિશ્ર્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનવાથી સંતોષ માનવો જોઈએ નહીં. જો બે લાખ નવી પ્રાથમિક દૂધ ઉત્પાદક સમિતિઓની રચના કરવામાં આવે (પંચાયત સ્તરે) તો આવનારા વર્ષોમાં ભારત વૈશ્ર્વિક દૂધ ઉત્પાદનમાં ૩૩ ટકા યોગદાન આપે એવી શક્યતા છે. આપણે ૨૦૩૩-૩૪ સુધીમાં વૈશ્ર્વિક સ્તરે ૩૩૦ એમએમટી અથવા ૩૩ ટકા દૂધ ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવા માટે આગળ વધવું પડશે. ઇન્ડિયન ડેરી એસોસિએશનના જણાવ્યા મુજબ દેશનું દૂધ ઉત્પાદન હાલમાં ૨૨૦ એમએમટી છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતની દૂધ પ્રોસેસિંગ ક્ષમતા ૧૨૬ મિલિયન લિટર પ્રતિ દિવસ છે જે વિશ્ર્વમાં સૌથી વધુ છે. આપણે જે દૂધનું ઉત્પાદન કરીએ છીએ તેમાંથી લગભગ ૨૨ ટકા દૂધ પ્રોસેસ થાય છે. ખેડૂતોની આવક પ્રોસેસ્ડ અને માર્કેટમાં વેચાતા દૂધના પ્રમાણમાં વધે છે. દુનિયા માટે ડેરી વેપારનું એક સાઘન છે પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં આઇડીએનો ઘણો મહત્ત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્ર્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિટિમાં થયો છે. ડેરી અને પશુ પાલન ક્ષેત્રનું દેશના જીડિપીમાં ૪.૫ ટકા યોગદાન છે તો કૃષિ જીડિપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૨૪ ટકા છે. સમગ્ર વિશ્ર્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે. ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે ૯ કરોડ ગ્રામીણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાછલા એક દશકમાં ૬.૬ ટકાના વાર્ષિક વૃદ્ધી દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે.
શાહે ઉમેર્યું હતું કે દૂધ ઉત્પાદનમાં આજે ૬ કરોડ લિટર પ્રતિ દિનથી વધીને ૫૮ કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. અમુલનું ૨૦-૨૧નું ટર્ન ઓવર ૫૩ હજાર કરોડ છે. ૩૬ લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા થયો છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ૪પ૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. દેશના કુલ દૂધ સંપાદનના ૩૦ ટકા ગુજરાત કરે છે તેમજ અંદાજે ૧પ૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular