વિવેચક: રહેવા દો, દર્શક: જોવા દ્યો

મેટિની

ફિલ્મના રિવ્યુ અને સફળતાનો સંબંધ સમજવો અઘરો જ નહીં, અશક્ય છે

હેન્રી શાસ્ત્રી

બરાબર યાદ છે. સૂરજ બડજાત્યાની પહેલી સ્વતંત્ર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થઈ એ પહેલાં એનો પ્રિવ્યુ શો રાજશ્રી પ્રોડક્શનના પ્રિવ્યુ થિયેટરમાં રાખવામાં આવ્યો હતો. ફિલ્મ લેખન સાથે સંકળાયેલા કેટલાક પત્રકાર અને વિશેષ આમંત્રિત મહેમાનો એ જોવા આવ્યા હતા. ફિલ્મ પૂરી થયા પછી બધા બહાર નીકળી એકબીજાના ચહેરાના હાવભાવ પરથી ફિલ્મ કેવી લાગી એનું અનુમાન કરવા લાગ્યા. અંગત પરિચય હોય એવા લોકો વચ્ચે અભિપ્રાયની આપ-લે થવા લાગી. એકંદરે ફિલ્મ માટે પોઝિટિવ ફીલિંગ નહોતી દેખાતી. અલબત્ત, પત્રકારો અને કેટલાક આમંત્રિત મહેમાનોએ આપસમાં ચર્ચા-દલીલ કર્યા પછી બધાની નજર એક વિશેષ મહેમાન તરફ તકાયેલી હતી. એમને ફિલ્મ કેવી લાગી એ જાણવામાં બધાને રસ હતો. ‘આપ કો ફિલ્મ કૈસી લગી?’ સવાલના જવાબમાં મહાશયે આસપાસ નજર ફેરવી અને પછી હળવેકથી બોલ્યા કે ‘યે ફિલ્મ એક હફ્તા ભી નહીં ચલેગી.’ સાંભળનાર દરેક વ્યક્તિના ચહેરા પર અચંબાનો ભાવ હતો, કારણ કે આ પ્રતિક્રિયા સલીમ-જાવેદવાળા સલીમ ખાનની, ફિલ્મના હીરો સલમાન ખાનના પિતાશ્રીની હતી. હવે જો સલીમ ખાનને જે ફિલ્મ પસંદ નહોતી પડી એ ફિલ્મ ધૂમ સફળતા મેળવતી હોય તો ફિલ્મ વિવેચન અને દર્શકોની પસંદ-નાપસંદ વચ્ચે શું સંબંધ એ ‘મુંબઈ સમાચાર’ના ચકોર વાચકોને સમજાવવાની જરૂર ખરી? ‘ખૂબસૂરત’, ‘યસ બોસ’, ‘રંગીલા’ જેવી ફિલ્મોથી લેખક-દિગ્દર્શક તરીકે દર્શકોની નજરમાં વસી ગયેલા ફિલ્મમેકર સંજય છેલે કેટલાંક વર્ષ પહેલાં સરળ ભાષામાં આ વાતને પ્રભાવીપણે સમજાવી કહ્યું હતું કે ‘દરેક ફિલ્મમેકર પોતાના સર્જનને અવ્વલ દરજ્જાનું અને અનોખું માનતો હોય છે, પણ અંતે પ્રેક્ષક માઈબાપને જે લાગે એ જ સાચું.’ સંજય છેલના આ વાક્યમાં ફિલ્મ ચર્ચિલો (ચર્ચાનું વળગણ ધરાવનારા) પાસેથી જે પામવા મળ્યું એના કરતાં વધુ સમજણ મળી છે.
‘પ્રેક્ષક માઈબાપને જે લાગે એ જ સાચું’ એનો પરચો ‘મૈંને પ્યાર કિયા’ સહિત અનેક ફિલ્મો વખતે જોવા-જાણવા મળ્યો છે. આ લખવાનું નિમિત્ત એ છે કે રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ને બોરદાર માની એટલે કેટલાક લોકો બહુ નારાજ થઈ ગયા છે. આશા રાખું છું કે ‘મૈંને પ્યાર કિયા’નું ઉદાહરણ તેમને માનસિક રાહત આપશે. બીજું એક ઉદાહરણ. વાત છે ૧૯૯૩ની. ‘હમ હૈં રાહી પ્યાર કે’ રિલીઝ થઈ હતી અને સારા રિવ્યુ મળી રહ્યા હતા. રિલીઝના ત્રીજા જ દિવસે સવારે ફિલ્મના સંવાદલેખક રોબિન ભટ્ટને અભિનંદન આપવા ફોન કર્યો. ‘ટેન્શનમાં છું,’ રોબિનભાઈ બોલ્યા. મને નવાઈ લાગી. ‘કેમ? વિવેચકો તો ફિલ્મનાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે,’ મેં કહ્યું. ‘એટલે જ ટેન્શન છે,’ એમ કહી હસવા લાગ્યા. પછી ઘણી વાતો થઈ જે અહીં અપ્રસ્તુત છે, પણ વિવેચકો ટીકા કરે એ ફિલ્મ હિટ કે સુપરહિટ થાય અને વિવેચકો વખાણે એ ફ્લોપ થાય એવી માન્યતા બની ગઈ હતી. ‘કથા સારી માવજત નબળી’ અથવા ‘કથા નબળી માવજત સારી’ એ વિવેચનના દોરથી આજનું વિવેચન અલગ સપાટીએ છે એ હકીકત છે. અલબત્ત, ફિલ્મનાં ભરપેટ વખાણ કરતા કે એને ઉતારી પાડતા વિવેચનથી એની સફળતા-નિષ્ફળતા નક્કી થઈ હોય એમ છાતી ઠોકીને ન કહી શકાય. રિવ્યુ વાંચ્યા પછી ફિલ્મ જોવાનો નિર્ણય કરનારા દર્શકોની સંખ્યા કેટલી? ૧૦-૧૫ ટકાથી વધુ નહીં હોય. રિવ્યુ જ નહીં, ફિલ્મ વિશેની હાઈપ (ઊભી કરાયેલી ઉત્સુકતા, આતુરતા) પણ કામ નથી આવતી એનું તાજેતરના સમયનું ઉદાહરણ છે ‘બોમ્બે વેલ્વેટ’. રણબીર કપૂર, અનુષ્કા શર્માની આ ફિલ્મનાં જોર જોરથી વાજાં વગાડવામાં આવ્યાં હતાં, પણ દર્શકોએ પીઠ ફેરવી લીધી હતી. “હમ આપકે હૈં કૌન’ ફિલ્મ નથી, મેરેજ વીડિયો છે’ એવું વિવેચકોએ કહ્યા પછી પણ એ ફિલ્મે એવી ધીંગી કમાણી કરી કે એ કમાણીમાંથી જ બીજી એટલા જ બજેટની ૨૫-૩૦ ફિલ્મો બની શકે. બીજી પણ અનેક દલીલ થઈ શકે, પણ બધાનો સાર તો સંજય છેલના એક વાક્યમાં જ સમાયેલો છે ‘પ્રેક્ષક માઈબાપને લાગ્યું એ સાચું’. એટલે જયેશભાઈના પ્રેમીઓ જલસા કરો, સંતાપ કરવાનું રહેવા દો. આ ફિલ્મ કે આવનારી અનેક ફિલ્મ કોઈ બે-ચાર રિવ્યુથી સડસડાટ દોડવા નહીં લાગે કે તળિયે બેસી નહીં જાય. પ્રેક્ષકને ક્યારે કઈ વાત ગમી જાય કે કઈ વાતે વાંકું પડી જાય ‘યે સમજના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.’
——–
હિટ ફિલ્મની ફોર્મ્યુલા શું?
કોઈ પણ ફિલ્મમેકરનો ઈરાદો ફ્લોપ ફિલ્મ બનાવવાનો તો ન જ હોય. તેમ છતાં અમુક સમીકરણ સફળ સાબિત થશે એ માન્યતા સાથે સમયાંતરે ‘ફોર્મ્યુલા ફિલ્મ’નું કલેવર બંધાતું હોય છે. ‘અર્થ’, ‘સારાંશ’, ‘આશિકી’, ‘દિલ હૈ કે માનતા નહીં’ જેવી લગાતાર હિટ ફિલ્મ આપનાર મહેશ ભટ્ટ સાથે ફિલ્મસિટીમાં ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એક સવાલ હતો, ‘ભટ્ટ સાહેબ, હિટ ફિલ્મની ફોર્મ્યુલા શું?’ ૧૮ વર્ષ પહેલાં ફિલ્મ દિગ્દર્શન શરૂ કરનાર મહેશ ભટ્ટે સવાલ સાંભળી સ્મિત કર્યું અને આંખમાં આંખ મેળવી સામે સવાલ કર્યો કે ‘તમારી પાસે છે? હોય તો મને આપો.’ અને અમે ખડખડાટ હસી પડ્યા ને ફરી વાર એક વાક્યથી સમજણનો વિસ્તાર થયો. ભાવાર્થ એ જ છે કે હિટ ફિલ્મની કોઈ ફોર્મ્યુલા નથી હોતી અને થિયેટર સુધી દર્શકોની દોડ જ – ફિલ્મ દોડશે, ચાલશે કે હાંફી જશે એ નક્કી કરે છે. અલબત્ત, આ વિવેચક-દર્શકોનો ‘અનોખો સંબંધ’ માત્ર હિન્દી ફિલ્મ પૂરતો મર્યાદિત છે એવું માની લેવાની ભૂલ ન કરતા. હોલિવૂડમાં પણ એની મિસાલ જોવા મળે છે. પાંચેક વર્ષ પહેલાંનું જ ઉદાહરણ લઈએ. ૨૦૧૬માં ‘ઇફળિંફક્ષ દ જીાયળિફક્ષ: ઉફૂક્ષ જ્ઞર ઉીંતશિંભય’ રિલીઝ થઈ હતી. વિવેચકોએ એને વખોડી હતી, પણ ૨૭૫ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ ૮૭૦ મિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી. અલબત્ત, પહેલાં બે અઠવાડિયાં સડસડાટ દોડેલી આ ફિલ્મ ત્રીજા અઠવાડિયાથી હાંફવા લાગી. ઘક્ષય ઋહયૂ ઘદયિ વિંય ઈીભસજ્ઞજ્ઞ’ત ગયતિં જેવી બ્લોકબસ્ટર ફિલ્મ સાથે જેની સરખામણી થઈ હતી એ ૧૯૯૪ની ઝવય જવફૂતવફક્ષસ છયમયળાશિંજ્ઞક્ષ ફિલ્મને વિવેચકોએ વધાવી લીધી હતી. અલબત્ત, બોક્સ ઓફિસ પર એ ઊંધે માથે પટકાઈ હતી. ૨૫ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ શરૂઆતમાં કેવળ ૧૬ મિલિયન ડૉલરનો જ વકરો કરી શકી હતી. જોકે, ઓસ્કર સહિત સંખ્યાબંધ એવોર્ડ માટે નોમિનેટ થયેલી આ ફિલ્મ ફરી રિલીઝ કરવામાં આવી અને પછી ૭૩.૩ મિલિયન ડૉલરના વકરા સુધી પહોંચી. ૧૯૯૭માં આવેલી ઝશફિંક્ષશભને તો વિવેચકોએ ઉતારી પાડી હતી અને ઝશફિંક્ષશભ તશક્ષસત ફલફશક્ષ (ટાઇટેનિક ફરી ડૂબી) જેવી તીવ્ર પ્રતિક્રિયા પણ આપી હતી. બોક્સ ઓફિસ પર શું થયું? ૨૦૦ મિલિયન ડૉલર બજેટ સામે ફિલ્મ ૨(બે) બિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.