વિરુષ્કાને ઘરે ગુંજશે ફરી કિલકારીઓ?

મેટિની

હાલમાં જ આઈપીએલમાંથી નવરો પડેલો ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે માલદિવ્ઝમાં વેકેશન માણી રહ્યો હતો. જોકે, વેકેશનથી પાછા ફર્યાના કલાકોમાં જ વિરાટ અને અનુષ્કા હૉસ્પિટલમાંથી પાછાં ફર્યાં હતાં અને પાપારાઝીએ આ રીતે સ્ટાર કપલને હૉસ્પિટલની મુલાકાત લેતાં જોઈને જ એવી અટકળો કરવાનું શરૂ કરી દીધું છે કે અનુષ્કા ફરી વાર પ્રેગ્નન્ટ છે. વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા કારમાં હોસ્પિટલમાંથી બહાર નીકળતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પણ અંદર કી બાત પર વિશ્ર્વાસ કરીએ તો અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નન્ટ નથી અને તે હૉસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટને મળવા માટે ગઈ હતી. અનુષ્કા શર્મા ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં કામ કરી રહી છે.
આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. ઝૂલન ગોસ્વામી બોલર છે. અનુષ્કાએ ફિલ્મ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અનુષ્કા સ્પોર્ટ્સ પર્સન નથી અને હેવી પ્રેક્ટિસને કારણે સ્નાયુઓ ખેંચાઈ જવા, મસલ્સમાં દુખાવો થઈ શકે છે. આ જ કારણે એક્ટ્રેસ ફિઝિયોથેરાપિસ્ટને મળવા ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષે બોલીવૂડમાં કમબેક કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.