વિખૂટાં પડેલાં માતા-પુત્રનું બે દાયકા બાદ મિલન

દેશ વિદેશ

સ્પેશિયલ – દીપ્તિ ધરોડ

સોશિયલ મીડિયા એ દરેકના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયું છે અને દિવસનો ખાસ્સો એવો સમય લોકો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પસાર કરે છે. ઘણી વખત તો આ સોશિયલ મીડિયાનો આપણા બધાના જીવનમાં એટલો બધો ઓવરડોઝ થઈ જાય છે કે ન પૂછો વાત.
ખેર, એ તો સમય સમયની વાત છે, પણ આજે આપણે અહીં વાત કરીશું એક એવી સ્ટોરી વિશે કે જેમાં સોશિયલ મીડિયાએ પૉઝિટિવ રોલ પ્લે કર્યો અને છુટ્ટાં પડી ગયેલાં માતા અને દીકરાને ૨૦ વર્ષ બાદ પાછાં ભેગાં કરવાનું કામ કર્યું છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ આ જ સ્ટોરી વાઈરલ થઈ રહી છે. એક માતાએ પોતાના છુટ્ટા પડી ગયેલા દીકરાને બે દાયકાના લાંબા સમયગાળા બાદ શોધી કાઢ્યો હતો અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી.
માતા-દીકરાના આ ઈમોશનલ રિયુનિયનની સ્ટોરી ફેસબુક પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. યુહાટ રાજ્યમાં રહેતા બેન્જામિન હુલેબર્ગે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કઈ રીતે એક ફેસબુક મેસેજના માધ્યમથી માતા-દીકરાનું પુન: મિલન થયું છે. જ્યારે હકીકતમાં આ બંને જણ એકબીજાની સામે આવ્યાં ત્યારે દીકરાને અહેસાસ થયો કે સોલ્ટ લેક સિટીમાં એચસીએ હેલ્થકેરના સેન્ટ માર્ક હોસ્પિટલમાં બંને બે વર્ષ સાથે કામ કરી ચૂક્યાં છે.
આખી વાત વિસ્તારથી જણાવવાની થાય તો હોલી શિયર્ર નામની આ મહિલા એ સમયે પંદર જ વર્ષની હતી જ્યારે તેણે બેન્જામિનને જન્મ આપ્યો હતો. હોલીને જ્યારે છઠ્ઠો મહિનો શરૂ થયો ત્યારે તેણે આવનાર બાળકને દત્તક લઈ શકે એવાં દંપતીની શોધ શરૂ કરી, કારણ કે તેને એવું લાગતું હતું કે તે આવનાર સંતાનને એક સારી લાઈફસ્ટાઈલ નહીં આપી શકે.
એન્જેલા અને બ્રાયન હુલબર્ગે વર્ષ ૨૦૦૧માં બેન્જામિનના જન્મના દિવસે જ તેને દત્તક લઈ લીધો હતો. એન્જેલા અને બ્રાયન બંનેએ બેન્જામિનને શરૂઆતથી જ એડોપ્શનની વાત જણાવી દીધી હતી. અત્યારે બેન્જામિન એક મિડલ સ્કૂલ ટીચર છે.
બેન્જામિનની માતા શિયર્ર તે વાત ક્યારેય ભૂલી નહોતી કે તેણે ૨૦ વર્ષ પહેલાં પોતાના બાળકને એડોપ્શન માટે આપ્યું હતું. આ ૨૦ વર્ષોમાં તે અલગ અલગ એડોપ્શન એજન્સી દ્વારા દીકરા વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરતી રહી હતી. એ વિશે વાત કરતાં તે જણાવે છે કે ‘એ હંમેશાં મારા દિલમાં હતો અને હું દરેક સમયે એના વિશે જ વિચારતી હતી. આખરે મને તેનું સોશિયલ મીડિયા હેન્ડલ મળી ગયું. એ સમયે તે ૧૮ વર્ષનો થઈ ગયો હતો અને હું આટલાં વર્ષો બાદ મારા જ દીકરા સાથે વાત કરવામાં સંકોચ અનુભવી રહી હતી. મને ખ્યાલ હતો કે આ સમયે તેના જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે અને હું તેના જીવનમાં કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી નહોતી કરવા માગતી એટલે હું બસ તેને દૂરથી જ જોયા કરતી હતી.’
એક તરફ જ્યાં હોલી પોતાના દીકરાની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી એ જ રીતે બેન્જામિન પણ પોતાની જન્મદાત્રીને શોધવાના પ્રયાસોમાં વ્યસ્ત હતો. તે ઘણી વખત આ વિશે પોતાનાં માતા-પિતાને વાત પણ કરતો અને એટલું જ નહીં, પણ તેણે પોતાની માતાને શોધવા માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો. ૨૦૨૧ના નવેમ્બરમાં ફેસબુક પર આવેલા એક મેસેજે તેની અનેક સમસ્યાઓનો નિવેડો જ લાવી દીધો હતો જાણે.
આ મેસેજ વિશે વાત કરતાં બેન્જામિન જણાવે છે કે ‘મને આજે પણ એ દિવસ સારી રીતે યાદ છે જ્યારે મને સોશિયલ મીડિયા પર એ મેસેજ મળ્યો હતો અને એ સમયે હું મારા કામ પર હતો. એ સમયે હું એક મશીન ઓપરેટર હતો અને હું મશીન નંબર ૧૫ પર કામ કરી રહ્યો હતો. ત્યારે મેં તેમનો મેસેજ જોયો અને મેં જવાબ આપ્યો. તે એક મેસેજે મારી અંદરની બધી લાગણીઓને હચમચાવી દીધી અને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એ મેસેજ મને મારી જન્મદાત્રી માતા તરફથી મળ્યો હતો અને એ એક જ મેસેજમાં આટલાં વર્ષોના વિરહની વેદના, માતાની મમતા, વિખૂટી પડી ગયેલી બે વ્યક્તિના મિલનની આતુરતા જેવી અનેક લાગણીઓ મેં અનુભવી લીધી.’
આજે હોલી અને બેન્જામિન બંને એકબીજાને મળીને ખુશ છે. ન તો બેન્જામિનને તેની માતાએ તેને જન્મતાં જ ત્યજી દીધો એનો રોષ છે કે ન તો હોલીના મનમાં પોતે કંઈક ખોટું કર્યાની અનુભૂતિ… ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.