Homeટોપ ન્યૂઝવલસાડ: ટ્રેનની અડફેટે 24 ગાયોના મોત, આયોજનપૂર્વક ગયોને ટ્રેક પર ઘકેલાઈ હોવાના...

વલસાડ: ટ્રેનની અડફેટે 24 ગાયોના મોત, આયોજનપૂર્વક ગયોને ટ્રેક પર ઘકેલાઈ હોવાના આક્ષેપ

[ad_1]

વંદે ભારત ટ્રેન સાથે સતત બે વાર પશુઓ અથડાવાની ઘટનાઓ હજુ તાજી છે. ત્યારે વલસાડમાં કાળજું કંપાવી નાંખે તેવી ઘટના બની. ગત રાત્રીએ પુરપાટ ઝડપે આવી ટ્રેનની અડફેટે 24 ગાયના મોત નીપજ્યા છે. વલસાડ પાસેના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચેની આ ઘટના ઘટીહતી. ઘટનાની જાણ થતા પોલીસ સહિત ગૌપ્રેમીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળે રેલ્વે ટ્રેકની આજુબાજુ ગાયોના કપાયેલા મૃતદેહ પડયા છે. કોઈ ગાયનું માથું કપાયું છે, તો કોઈ ગાયના પગ કપાયા છે. તો કોઈ ગાયના આખા શરીરના ટુકડા થઇ ગયા છે. આ દ્રશ્ય જોઇને કોઈને પણ કંપારી છુટી જાય.
ગૌરક્ષકની ટીમે સ્થળ નિરીક્ષણ કરતા રેલવે ટ્રેકની આજુબાજુમાં લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં આસામાજિક તત્વો દ્વારા ડુંગરી પંથકના રખડતા પશુઓને ટ્રેનના સમયે રેલવે ટ્રેક પર જાણી જોઇને હંકારી લાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગયા વર્ષે પણ ટ્રેન અડફેટે 10થી વધુ ગાયોના મોત થયા હતા. જે ઘટના બાદ પણ કોઈ આરોપીઓને પકડવામાં આવ્યા ન હોવાથી અસામાજિક તત્વો દ્વારા આવી બીજી વખત ઘટના બની હોવાનો આક્ષેપ ગૌરક્ષકો લગાવી રહ્યા છે.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular