વલસાડમાં વરસાદે તારાજી સર્જી: અનેક ગામો પાણીમાં ગરકાવ થતા હજરો લોકો ફસાયા, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Valsad: ગુજરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યંર છે. વલસાડ જીલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ જતા હજારો ફસાયેલા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી કરી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.


તંત્રે આપેલી માહિતી મુજબ વલસાડના હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં લગભગ 2000 જેટલા લોકો પાણીમાં ફસાયેલા છે. NDRFની વિવિધ ટીમો બચાવ કાર્ય કરી રહી છે. હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે વધુ એક NDRFની ટીમને બોલાવવામાં આવી છે.

YouTube player

ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. અલગ અલગ વિસ્તારોમાંથી 9 મહિલા અને 10 જેટલા પુરુષોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

“>

વલસાડ નગરપાલિકા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

વલસાડ શહેરના શહીદ ચોક ખાતેથી NDRFની ટીમે ચાર બાળક, ચાર મહિલા અને બે પુરુષો મળી કુલ 10 લોકોનું રેસ્ક્યૂ કરવામાં કર્યું છે.

“>

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમના નવા પાણીની આવક થઇ રહી છે. જેણે કારણે લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા છે. દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સેલવાસનો બિલાડ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં હજુ અતિભારે ધોધમાર વરસાદની આગાહી છે જેને લઇને પરિસ્થિતિ વણસી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.