વરલી કિલ્લાના ર્જીણોદ્ધારના કામનો શુભારંભ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનો ઐતિહાસિક વારસો ગણાતા અને લગભગ ૩૪૭ વર્ષ પહેલાં બાંધવામાં આવેલા વરલીના કિલ્લાનો ર્જીણોદ્ધાર કરવામાં આવવાનો છે. આ પ્રસ્તાવને સ્થાયી સમિતિમાં મંજૂરી મળ્યાના ત્રણ મહિના બાદ પહેલા તબક્કાના ર્જીણોદ્ધારના કામની શરૂઆત કરવામાં આવી છે.વરલી કિલ્લા પર આજે પણ પોર્ટુગીઝોના સમયમાં કરવામાં આવેલું બાંધકામ પણ ખંડર જેવી હાલતમાં જોવા મળે છે. હવે મુંબઈ મહાનગરપાલિકાએ આ કિલ્લાનો ર્જીણોદ્ધાર અને તેની આજુબાજુના પરિસરનું સુશોભિતનું કામ હાથમાં લીધું છે, જેમાં મુખ્યત્વે કિલ્લાની દીવાલને ફરી બાંધવામાં આવવાની છે. મહારાષ્ટ્ર સરકારના પુરાતત્ત્વ ખાતાના અખત્યાર હેઠળ આવતા કિલ્લામાંથી મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતા આ ઐતિહાસિક કિલ્લામાં વરલીનો આ એક મહત્ત્વનો કિલ્લો ગણાય છે. ઉપલબ્ધ રહેલી માહિતી મુજબ આ કિલ્લો ૧૬૭૫ની સાલમાં બાંધવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા પહેલા તબક્કામાં વરલી કિલ્લાના ર્જીણોદ્ધારનું કામ બહુ જલદી ચાલુ કરવામાં આવવાનું છે. ર્જીણોદ્ધારની સાથે જ તેના આજુબાજુના પરિસરનું સુશોભિત અને પરિસરમાં લાઈટ બેસાડવાનું કામ પણ કરવામાં આવવાનું છે. તે માટે પુરાતન ખાતા પાસેથી નો ઑબ્જેશક્શન સર્ટિફિકેટ પણ બહુ પહેલાં જ મળી ગયું હતું. સુશોભિતના કામ અંતર્ગત વરલી કિલ્લાના પશ્ર્ચિમ તરફ અને દક્ષિણ બાજુએ દરિયાકિનાર પાસેની ખુલ્લી જગ્યામાં વૃક્ષો લગાડવામાં આવશે. કિલ્લાની બહારની ખુલ્લી જગ્યામાં શોભાના ઝાડ લગાડીને બેસૉલ્ટ પથ્થરનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવશે. વરલી કિલ્લાની માહિતી આપતા અને રસ્તો બતાવતા બોર્ડ પણ ઠેકઠેકાણે બેસાડવામાં આવશે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.