વડોદરામાં માતાએ પ્રેમીને પામવા દિકરીને ચપ્પુના ૨૦ ઘા માર્યા, પોતે જ પોલીસને જાણ કરી

આપણું ગુજરાત

વડોદરાના આજવા રોડ પર માતાએ જ સગી દિકરીની હત્યાનો પ્રયાસ કર્યાનો કિસ્સો બન્યો છે. છૂટાછેડા લીધા બાદ મહિલા તેની દીકરી સાથે રહેતી હતી ત્યારે મહિલાનો એક પુરુષ સાથે સંબંધ જોડાતા ઘરમાં અવારનવાર ઝગડા થાત હતા ત્યાર બાદ એ પુરુષના દિકરી સાથે સંબંધ હોવાની શંકાએ ગુસ્સે ભરાયેલી માતાએ દિકરીની ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા જ દીકરીને હોસ્પિટલ લઇ ગઈ હતી અને માતાએ જ પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે આઠ વર્ષ પહેલા માતાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ માતા-પુત્રી આજવા રોડ પર રહેવા લાગ્યા હતા અને ઓનલાઇન વ્યવસાય દ્વારા ગુજરાનચલાવતાં હતાં. બે વર્ષ અગાઉ ૩૯ વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં સંબંધ બંધાયો હતો, જે અંગે ૧૩ વર્ષિય પુત્રીને જાણ થતાં અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન પુત્રી સાથે એ યુવકના સંબંધ હોવાની શંકા જતા માતા ગુસ્સે ભરાઈ હતી. મંગળવારે બપોરે શાક સમારવા બેઠેલી માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રીને ચપ્પુના ૨૦ જેટલાં ઘા ઝીંક્યા હતા. જેમાં પુત્રી ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી.
પુત્રી પર જીવલેણ હુમલો કર્યા બાદ માતાને ભાન થતા પોતે જ પુત્રીને સારવાર માટે લઈ જવા ૧૦૮ને ફોન કર્યો હતો. ૧૦૮ની મદદથી તે લોહીલુહાણ હાલતમાં પુત્રીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ૨ વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
આ બનવા અંગે પોલીસને લાંબા સમય પછી પણ કોઈ ફરિયાદી મળ્યું નહોતું. પોલીસે મહિલાના સંબંધીઓને બોલાવી બનાવની ફરિયાદ નોંધવા જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા હોવાથી ફરિયાદ નોંધાઈ ન હતી.
એવું પણ જાણવા મળે છે કે હુમલો કરનાર માતાના અગાઉ પણ બે લગ્ન થયા છે અને બે વખત છૂટાછેડા થયા છે. ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.