વડોદરામાં પરિણીત સબ ફાયર ઓફિસરનું શરમજનક કૃત્ય: પ્રેમિકા પર દુષ્કર્મ, પોર્ન વીડિયો દેખાડી કરતો હતો અકુદરતી સેક્સ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વડોદરાના મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના ફાયર એફિસર તરીકે ફરજ બજાવતા નિકુંજ આઝાદ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નિકુંજે તેની પ્રેમિકાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તે પ્રેમિકાને પોર્ન વીડિયો બતાવીને અકુરદતી સેક્સ માણતો હતો. નિકુંજ વિરુદ્ધ તેની પ્રેમિકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ પીડિત મહિલાની મુલાકાત નિકુંજ સાથે અમદાવાદમાં થઇ હતી. નિકુંજે તેને પોતાની ઓળખ ફાયર ઓફિસર તરીકે આપી હતી. સમય જતા બંને વચ્ચેની મિત્રતા ગાઢ બની ગઇ હતી. દરમિયાન નિકુંજે મહિલાને જણાવ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. નિકુંજે તે મહિલાને જણાવ્યું હતું કે મારા છૂટાછેડા થઇ ગયા છે. બીજી બાજુ મહિલાએ જણાવ્યુ હતું કે તેના પણ ટૂંક સમયમાં છૂટાછેડા થવાના છે. નિકુંજે મહિલાને કહ્યું હતું કે તારા છૂટાછેડા થયા બાદ આપણે પરણી જશું.

નિકુંજ અવારનવાર મહિલાને સરકારી ક્વાર્ટર અને ગોવાની હોટેલ્સમાં મળવા માટે બોલાવતા હતો. મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ઉપરથી નિકુંજ મહિલાને તેના મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવીને જબરદસ્તી તેની સાથે અકુદરતી સંબંધ બાંધતો હતો. પોર્ન વીડિયો જોઇને તેના જેવું કરવા માટે ફરજ પાડતો હતો.

દરમિયાન એક દિવસ ગોવામાં મહિલાના હાથમાં નિકુંજનો મોબાઇલ ફોન આવી ગયો હતો, જેમાં તેણે નિકુંજની પત્ની અને બાળકોના ફોટા જોયા હતા. આ અંગે પૂછતા નિકુંજે કહ્યું હતું કે મારા છૂટાછેડા નથી થયા, પણ મેં જો તને છૂટાછેડાની વાત કહી ન હોત તો તે મારી સાથે સંબંધ બાંધ્યો ન હોત. નિકુંજે ખોટું બોલીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

નિકુંજે યુવતીને વડોદરામાં એક મકાન લઈ આપ્યું હતુ. યુવતીની જાસૂસી કરવા માટે નિકુંજે ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતા. પત્ની હોવા છતા નિકુંજે યુવતી સાથે ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન કર્યા હતા.નિકુંજે યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો પણ બનાવ્યો હતો, જેને લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હોવાનો ખુલાસો પણ યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.