વડોદરા ખાતેના કમાટી બાગમાં હિપોપોટેમસે અહીંના સ્ટાફના બે સભ્ય પર હુમલો કર્યાના અહેવાલ મળ્યા છે. હિપોપોટેમસના એન્ક્લોઝરમાં ઝૂ ક્યુરેટર અને સિક્યોરિટીનો એક જવાન ચેક કરવા ગયા હતા. અચાનક હિપ્પોએ બન્ને પર હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું અહીંના સ્ટાફે જણાવ્યું હતું.
હાલમા આટલી માહતી જ મળી છે. કમાટીબાગ વડોદરાનું ખૂબ જાણીતું ઝૂ છે. અહીં લોકો મોટી સંખ્યામાં વિવિધ પ્રાણીઓને જોવા આવે છે. ઝૂ સાથે અહીંનો બગીચો પણ લોકોમાં પ્રિય છે.
વડોદરાના કમાટી બાગના ઝૂમાં હિપોપોટેમસે કર્યો હુમલો
RELATED ARTICLES