વડા પ્રધાન મોદીએ ચલણી સિક્કાની નવી શ્રેણી લૉન્ચ કરી

દેશ વિદેશ

નવા સિક્કા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નાણાં મંત્રાલયના ‘આઈકોનિક વીક’ ઉજવણી દરમિયાન વિશેષ ચલણી સિક્કા બહાર પાડયા હતા. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પણ હાજર રહ્યાં હતાં. (એજન્સી)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દૃષ્ટિ ન ધરાવતા લોકો સરળતાથી ઓળખી શકે તેવા ચલણી સિક્કાની નવી શ્રેણી સોમવારે લૉન્ચ કરી હતી.
રૂ. ૧, રૂ. ૨, રૂ. ૫, રૂ. ૧૦ અને રૂ. ૨૦ના ચલણી સિક્કાઓ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (એકેએએમ)ની ડિઝાઈન હશે. માત્ર યાદગીરી માટે જ આ ચલણી સિક્કાઓ બહાર નથી પાડવામાં આવ્યા. આ ચલણી સિક્કાઓ દેશના અર્થતંત્રનો હિસ્સો હશે.
આ નવા સિક્કાઓ લોકોને અમૃતકાળના લક્ષ્યોની લોકોને યાદ અપાવશે અને દેશના વિકાસ માટે કામ કરવાની તેમને પ્રેરણા આપશે, એમ મોદીએ કહ્યું હતું.
દરમિયાન, એચડીએફસી અને એક્સિસ બૅન્કે કહ્યું હતું કે બૅન્કની પસંદગીની શાખાઓમાંથી જ આ ચલણી સિક્કાઓનું વિતરણ કરવામાં આવશે.
૧૨ સરકારી યોજના માટેના ક્રૅડિટ-લિન્ક્ડ પોર્ટલ ‘જન સમર્થ પોર્ટલ’ પણ તેમણે લૉન્ચ કર્યું હતું.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ તમામ યોજનાઓની વિગતો પોર્ટલ પર મૂકવામાં આવશે. આ પોર્ટલ કામગીરી વધુ સરળ બનાવશે અને નાગરિકોએ યોજનાનો લાભ લેવા એકના એક પ્રશ્ર્નો ફરી પૂછવા નહીં પડે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપ આ ચલણી સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.