લેટેસ્ટ ટ્રેન્ડ છે બ્રાઈડલ સ્નીકર્સ

લાડકી

ફેશન-દીપ્તિ ધરોડ

લગ્નનો દિવસ એ દરેક દુલ્હા-દુલ્હન તેમ જ તેમના નજીકના પરિવારજનો માટે એકદમ ખાસ હોય છે અને એ દિવસને યાદગાર અને આલાગ્રાન્ડ બનાવવા માટેના બધા જ પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ. પછી એ આઉટફિટ્સ-એક્સેસરીઝની વાત હોય કે વેન્યુની વાત હોય કે ડેકોરેશનની વાત હોય… પરફેક્ટ બિગ ડે માટે બધું જ પરફેક્ટ હોવું જરૂરી છે. આપણે બધી વાતો પર ધ્યાન આપીએ છીએ, પણ સૌથી મહત્ત્વના અને આખો દિવસ તમને કમ્ફર્ટ ફીલ કરાવતા શૂઝ પ્રત્યે આપણે દુર્લક્ષ કરી નાખતા હોઈએ છીએ. આજે આપણે અહીં વાત કરીશું બ્રાઈડલ સ્નીકર્સ વિશે કે જે અત્યારનો એકદમ લેટેસ્ટ ટ્રેન્ડ છે. બ્રાઈડલ સ્નીકર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુલ્હનને તેના બિગ ડેના દિવસે એકદમ આરામદાયક ફીલ કરાવે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવા નથી દેતા. આજે આપણે વાત કરીશું કે આ બ્રાઈડલ સ્નીકર્સની પસંદગી કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
——————-
પેન્સિલ હીલ્સને કહો બિગ નો…
લગ્નમાં બ્રાઈડલ આઉટફિટ્સ ખૂબ જ હેવી હોય છે અને આ જ એ દિવસ હોય છે, જ્યારે બ્રાઈડલના પગ પર સૌથી વધારે સ્ટ્રેસ આવતી હોય છે એટલે જ પેન્સિલ હીલ્સની પસંદગી કરવી જરા પણ સજેસ્ટેબલ નથી.
જો તમારી પસંદગીની પણ હોય પેન્સિલ હીલ્સ તો પણ આજના એક દિવસ પૂરતી તો તેને તિલાંજલિ આપવાનું વધારે હિતાવહ છે, કારણ કે પેન્સિલ હીલ્સને કારણે તમારા પગ પર વધારે સ્ટ્રેસ આવશે.
—————–
હાઈટને પણ રાખો ધ્યાનમાં…
જેમ આઉટફિટ્સ મહત્ત્વના હોય છે એ જ રીતે ફૂટવેર્સની પસંદગી કરતી વખતે હાઈટ પણ એટલી જ મહત્ત્વની છે. જો તમારી હાઈટ ઓછી હોય તો વેજ હીલ્સ, પ્લેટફોર્મ હીલ્સ અને હાઈ હીલ્સવાળા બ્રાઈડલ સ્નીકર્સ બેસ્ટ ઓપ્શન છે અને જો તમારી હાઈટ વધુ છે તો તેને ઓછી દેખાડવા માટે કસ્ટમાઈઝ્ડ મોજડી કે પછી કોલ્હાપુરી ચંપલનો ઓપ્શન પણ પરફેક્ટ સાબિત થઈ શકે છે.
—————-
ડ્રેસને અનુરૂપ હોય ફૂટવેર…
બ્રાઈડલ સ્નીકર્સની પસંદગી કરતી વખતે બ્રાઈડલ આઉટફિટ્સના કલર્સને ધ્યાનમાં રાખવા ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે આઉટફિટ્સ તરીકે ચણિયા-ચોળીની પસંદગી કરી છે તો પછી ફૂટવેર્સ તરીકે પ્લેટફોર્મ હીલ્સની પસંદગી કરી શકો છો અને રિસેપ્શનમાં તમે ગાઉન પહેરવાનાં છો તો પછી સ્ટીલટોઝ હીલ્સ કે પછી કિટેન હીલ્સ ટ્રાય કરી શકો છો.
——————
ખરીદતાં પહેલાં અચૂક ટ્રાય કરી લો…
બ્રાઈડલ ફૂટવેર ખરીદ્યા બાદ તેને સીધા લગ્નના દિવસે જ પહેરવાને બદલે પહેલાં ટ્રાય કરો, જેથી જો કોઈ પણ સમસ્યા હોય તો એ પહેલાં જ ખબર પડી જાય અને લગ્નના દિવસે થનારા મોટા બ્લન્ડરમાંથી બચી જશો.
————–
કમ્ફર્ટ હૈ મસ્ટ
કોઈ પણ ઓકેઝન હોય જે રીતે આઉટફિટ્સ અને એક્સેસરીઝની પસંદગી કરતી વખતે આપણે કમ્ફર્ટને મહત્ત્વ આપીએ છીએ એ જ રીતે વેડિંગ ડેના દિવસે પણ ફૂટવેર્સની પસંદગી કરતી વખતે કમ્ફર્ટનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. ખાલી ફેશન કે ટ્રેન્ડને ફોલો કરવાના ચક્કરમાં તમે તમારા કમ્ફર્ટ સાથે કોમ્પ્રોમાઈઝ ન કરી શકો… આમ પણ બ્રાઈડલ સ્નીકર્સની પસંદગી આપણે બ્રાઈડલ્સના કમ્ફર્ટ માટે જ કરતા હોઈએ છીએ તો એ મુદ્દાને ધ્યાનમાં રાખવો જ જોઈએને…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.