લંડનમાં યોજાયું સોનમનું સીમંત

ફિલ્મી ફંડા

સોનમ કપૂર બી-ટાઉનની ફેશન ડિવા છે અને તે તેની ફિલ્મો કરતાં તેની ફેશન સેન્સને કારણે જ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસ તેની લાઈફનો ગોલ્ડન પિરિયડ એન્જોય કરી રહી છે. થોડાક સમય પહેલાં જ તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક ફોટોશૂટ કરાવડાવ્યો હતો અને કહેવાની જરૂર ખરી કે તે તેના આ ફોટોશૂટમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. સોનમ તેના પતિ સાથે લંડનમાં છે, પણ તે ભારતીય રીતિ-રિવાજોને ભૂલી નથી અને અહીં તાજેતરમાં જ સોનમ કપૂરનું સીમંત યોજવામાં આવ્યું હતું. સીમંતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. સીમંતમાં મ્યુઝિશિયન લિયોએ સોનમ કપૂરનું હિટ સોન્ગ ‘મસકકલી…’ ગાયું હતું. સોનમ કપૂરનું ફંક્શન હોય એટલે એમાં ઝીણામાં ઝીણી બાબત પણ એકદમ ખાસ જ હોવાનીને પછી એ ખાવા-પીવાની વાત હોય કે ડેકોરેશનની, બધું જ કસ્ટમાઇઝ હતું. અહીં આપણે વાત કરવાની છે મહેમાનોને આપવામાં આવેલી રિટર્ન ગિફ્ટની. મહેમાનોને એક પાઉચ આપવામાં આવ્યું હતું. આ પાઉચમાં નેકપીસ હતો અને એમાં જે-તે ગેસ્ટનું નામ હતું. પાર્ટીમાં બોલીવૂડ સોંગ્સની ધૂમ મચી હતી. સોનમ કપૂરે માર્ચ મહિનામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરીને કહ્યું હતું, ‘ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલાં પર એક સૂરમાં ધડકશે. પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરે ૨૦૧૮માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કયાર્ં હતાં. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ‘એકે વર્સીસ એકે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે ‘બ્લાઇન્ડ’માં જોવા મળશે. આ ફિલ્મ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રિમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.