રોડોસમાં વધુ એક ગ્રીક વેકેશનની શરૂઆત…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

મિલાનમાં મિત્રોની ટોળકી સાથે એટલી બધી મજા આવી કે થોડા જ સમયમાં ઇસ્ટરના વેકેશન પર એ બધાં સાથે વધુ એક પ્લાન બની ગયો. આ વખત્ો કોઈન્ો થાકવામાં રસ ન હતો. કોવિડ રુલ્સ બધે જ રિલેક્સ થઈ ચૂક્યા હતા. ટૂરિસ્ટ ડેસ્ટિન્ોશન અત્યંત એક્ટિવ સીઝન માટે સજ્જ થઈ રહૃાાં હતાં. એવામાં ચાર કપલ્સની રજાઓ અન્ો ઇચ્છાઓમાં બંધ બ્ોસ્ો ત્ોવું ડેસ્ટિન્ોશન શોધવામાં પણ બ્ો-ત્રણ અઠવાડિયાં લાગી ગયાં. માલ્ટાથી લઈન્ો કોસ્ટા બ્રાવા સુધીનાં સ્થળો પર ચર્ચાઓ ચાલી. વળી યુરોપમાં એપ્રિલ એવો વિચિત્ર મહિનો છે કે ક્યાંક સારા વેધરનો પ્લાન બનાવ્યો હોય અન્ો બન્ો કે ત્યાં રહો ત્યાં સુધી વરસાદ જ પડ્યા કરે. વેધર પ્રૂફ પ્લાન બનાવવો હોય તો કેન્ોરી આયલેન્ડ જવું પડે, અન્ો બધાં અલગ અલગ ટાપુ પર જઈ ચૂકેલાં એટલે કોઈન્ો ડેસ્ટિન્ોશન રિપીટ કરવાનું મન ન હતું. સ્વાભાવિક છે, સાત દિવસ લાંબો પ્લાન બનતો હોય ત્યારે કોઈન્ો નવી જગ્યાએ જવાની મજા ન પણ આવે. અંત્ો ગ્રીસના રોડોસ ટાપુની પસંદગી થઈ. સાવ ટર્કીની નજીક આવેલા આ ટાપુ પર કમસ્ોકમ વીસ્ોક ડિગ્રી અન્ો તડકો મળવાની પ્ાૂરી શક્યતા હતી.
રોડોસ આમ પણ જર્મનીથી ટૂરિસ્ટ માટેનું ઘણું લોકપ્રિય સ્થળ છે. આ ટાપુ છેક વીસમી સદીની શરૂઆત સુધી ટર્કી અન્ો પછી ઇટાલીના કબજામાં હતો. છેક પહેલા વિશ્ર્વયુદ્ધ પછી ઇટાલીએ ત્ોન્ો ભૌગોલિકરીત્ો અનુકૂળ આવતાં રાજકીયરીત્ો ગ્રીસન્ો સોંપી દીધેલો. હજી પણ આ રિજનના પોલિટિકલ ભૂતકાળન્ો સો ટકા સમજી શકાયો નથી.
જોકે એક વાત નક્કી છે, ખાણીપીણી અન્ો આર્કિટેક્ચરની દૃષ્ટિએ રોડોસ ગ્રીસ કરતાં ટર્કીથી વધુ નજીક છે. જોકે ટર્કી અન્ો ગ્રીસના કલ્ચરમાં ઓલિવ ઓઇલથી માંડીન્ો રંગોના ઉપયોગ, બધી રીત્ો ઘણું સામ્ય છે. રોડોસના મુખ્ય શહેર રોડોસ ઉપરાંત ઘણા એવા ટૂરિસ્ટી બીચ વિસ્તારો છે જ્યાં એક પછી એક ટાઉન રિસોર્ટથી ભરેલું છે.
આમ તો રોડોસ શહેર અન્ો ઍરપોર્ટથી નજીક રહેવાનું વધુ પ્રેક્ટિકલ હતું, પણ ઓલ ઇન્ક્લુસિવ રિસોર્ટ શોધવામાં અમુક મિત્રોની ડિમાન્ડ એ હતી કે બ્ાૂફે સિવાય બીજાં રેસ્ટોરાં પણ હોવા જોઇએ, એકથી વધુ પ્ાૂલ હોવા જોઇએ અન્ો બીચ પ્ોબલ્સ નહીં સ્ોન્ડવાળો હોવો જોઇએ.
સાઉથ ઇસ્ટ રોડોસમાં લિન્ડોસ શહેર પાસ્ો અમન્ો ઘણી ઓનલાઇન શોધખોળ પછી બધાંન્ો પસંદ પડે ત્ોવો રિસોર્ટ મળ્યો. એ લોકો ૧૩ એપ્રિલથી જ બ્ો વર્ષ પછી રિસોર્ટ પહેલીવાર ખોલી રહૃાાં હતાં અન્ો અમે ૧૫ એપ્રિલથી ત્યાં જઈન્ો પડવાનાં હતાં. બધાંની આશાઓ ઘણી ઊંચી હતી. ત્ૌયારીઓ પણ જંગી ધોરણે થઈ હતી. જર્મનીમાં ઘરે બ્ોસીન્ો લાગતું હતું કે ત્યાંનું વેધર ખાસ ગરમ નહીં હોય, પણ એક વાર ગ્રીક ધરતી પર પગ મૂકતાં જ લાગ્યું કે અહીં સ્ાૂકા પહાડો વચ્ચે તડકો અલગ માહોલ બનાવતો હતો. લો કોસ્ટ ટીયુઆઇ ફલાયની ફલાઇટ પકડવા વહેલી સવારના ત્રણ વાગ્યે ઍરપોર્ટ પહોંચી જવું પડ્યું. સાત વાગ્યે ફલાઇટ ઊપડી ન્ો ગ્રીસના ટાઇમ ડિફરન્સ સાથે બાર વાગતાં અમે રોડોસ લેન્ડ થયાં. અમન્ો એમ કે ઍરપોર્ટથી રિસોર્ટની બસ અમન્ો ત્રીસ-પાંત્રીસ મિનિટમાં તો ટાપુના બીજા છેડે પહોંચાડી દેશે, પણ આ બસ્ો તો ઍરપોર્ટથી અલગ અલગ રિસોર્ટનાં પ્ોસ્ોન્જરો લીધેલાં, અન્ો જાણે બધાંનો રિસોર્ટ અમારા પહેલાં આવી ગયેલો. અમે છેક ટાપુના બીજા છેડે દોઢ-બ્ો કલાકે પહોંચ્યાં.
અન્ો પહોંચ્યા પછી રિસોર્ટનાં રંગરોગાન જોઈન્ો તો ખાતરી થઈ જ ગઈ કે અહીં નવી શરૂઆત થઈ રહી છે. રૂમ પર સ્ોટ થઈન્ો બધાં પહેલાં તો પ્ોટ પ્ાૂજા કરવા પહોંચ્યાં. રાતનો ઉજાગરો હોવાં છતાં બધાંન્ો ઉત્સુકતા હતી કે રિસોર્ટમાં કઈ પ્રવૃત્તિઓ શક્ય છે અન્ો સાથે ક્યાં કેટલી મજા કરવાની છે. એકવાર ગ્રીક બકલાવા, યોગર્ટ અન્ો સલાડ દબાવ્યા પછી પુલ અન્ો આસપાસનો માહોલ તો મજેદાર લાગ્યો. બીચ પર પહોંચ્યાં તો ત્યાં બારની સાથે તાજો તાજો પિઝ્ઝા ખવડાવતી રિસોર્ટની જ વૂડફાયર ઓવનવાળી હટ હતી. આ હટનું કામ હતું સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી અહીંનાં ગ્ોસ્ટન્ો પ્ોપર કવરમાં પિઝ્ઝા ખવડાવ્યા કરવાનું.
વળી પિઝ્ઝા હતા માત્ર બ્ો જ પ્રકારના, વેજિટેરિયન માર્ગારિટા અન્ો સલામી. હટમાં બ્ો માણસો હતા. એક રોટલો બનાવીન્ો પિઝ્ઝા પરનો માલ ફેલાવી, મોટા પાવડાથી ઓવનમાં નાંખતો અન્ો બીજો કાપી કાપીન્ો લોકોન્ો આપતો. એક સમયે એક પિઝ્ઝા કાઉન્ટર પર હાજર રહેતો, લોકોની અવરજવરમાં પિઝ્ઝા પડ્યો રહેવાનું અમે ત્યાં રોકાયાં એટલા સમય દરમ્યાન તો દેખાયું નહીં. દેખીતી વાત છે કે જ્યારે પણ કોઈ બીચ પર જતું કે બીચની આસપાસ પણ ફરકતું તો ત્ોની આખા ગ્રુપ માટે પિઝ્ઝા લાવવાની જાણે જવાબદારી જ બની જતી. આ પિઝ્ઝા સાથે તો બધાંન્ો જાણે પ્રેમ જ થઈ ગયેલો.
રિસોર્ટથી નજીક જ લિન્ડોસ નામે ઐતિહાસિક શહેર હતું. ત્યાં બસ લઈન્ો જવાનો તો પ્લાન હતો જ. નજીકમાં ચાલીન્ો જઈ શકાય ત્ો માટે કિયોતારી ગામ હતું. ત્ો બપોરે બધાં ન્ોપ લેવા ગયાં ત્યાં કુમાર તો વાળ પણ કપાવીન્ો આવ્યો. મોના અન્ો શિલ્પા મસાજ બુક કરાવી આવ્યાં. ભાવના અન્ો સ્ોમએ પુલ ટેકઓવર કરી લીધો. એવામાં અહીં એક જુનવાણી ગ્રીક કાફે પણ હતું. મેં ત્યાં જ આફોગાટો કોફી પીવા સાથે અડ્ડો જમાવ્યો. ક્યારે લિન્ડોસ જઈશું, ક્યારે રોડોસ શહેર પહોંચીશું, સાવ ઇસ્ટમાં કંઈ જોવાલાયક છે કે નહીં, અહીંની ઓલિવ ઓઇલ ફેક્ટરી કઈ દિશામાં છે, અહીં ખચ્ચર સવારી કરવી કે ક્વોડ ચલાવવું, હજી રોડોસમાં અમારે ઘણા પ્રશ્ર્નોનો જવાબ મેળવવાનો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.