રોજ ૮ ગ્લાસ પાણી નથી પીતા? તો આ રોગનું જોખમ વધી શકે છે

લાડકી

શરીરની સારી કામગીરી માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેના કારણે શરીરનાં ઝેરી તત્ત્વો પેશાબ દ્વારા સરળતાથી બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં જે લોકો પાણીનું સેવન ઓછું કરે છે તેમને અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પાણી આપણા શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ઉનાળામાં શરીરની પાણીની જરૂરિયાત ઘણી વધી જાય છે, પરંતુ કેટલાક લોકો બહુ ઓછું પાણી પીએ છે. તેમને પાણી પીવાનું યાદ જ નથી રહેતું. જો તમે પણ કંઈક આવું જ કરો છો, તો જાણો કે પાણી ન પીવાથી તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તમને ઘણી ખતરનાક બીમારી થઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વ્યક્તિએ દરરોજ ૬થી ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી હાર્ટ ફેલ્યોર જેવી ખતરનાક બીમારીઓથી બચી શકાય છે. હૃદયની નિષ્ફળતા ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરના બાકીના ભાગોમાં યોગ્ય રીતે રક્તનું પરિવહન કરી શકતું નથી. સામાન્ય રીતે આવું હૃદયની નબળાઈને કારણે થાય છે. આ સમસ્યા સમય જતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
સારું હાઇડ્રેશન શરીરમાં એવા ફેરફારોને અટકાવી શકે છે જે હૃદયની નિષ્ફળતાનું જોખમ વધારે છે. ધમનીઓના કાર્ય માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સંશોધકો કહે છે કે સ્ત્રીઓએ દરરોજ ૬થી ૮ (૧.૫-૨.૧ લિટર) ગ્લાસ અને પુરુષોએ ૮થી ૧૨ (૨-૩ લિટર) ગ્લાસ પાણી પ્રતિ દિવસ પીવું જોઈએ. વધુમાં, નિષ્ણાતો નિયમિત કસરત કરવાની, ધૂમ્રપાન ન કરવું, આલ્કોહોલ અને કેફિનનો મધ્યમ વપરાશ કરવાની અને હૃદયની સંભાળ માટે તંદુરસ્ત આહારની ભલામણ કરે છે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.