રોજ અચ્છે નહીં લગતે આંસૂ, ખાસ મૌકોં પે મઝા દેતે હૈ

વીક એન્ડ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

હવા ચલી તો મેરે જિસ્મ ને કહા મુઝકો,
અકેલા છોડ કે તૂ ભી કહાં ચલા મુઝકો?
મૈં કબસે ઢૂંઢતા ફિરતા હૂં અપની કિસ્મત કો,
યહ તેરે હાથ મેં કયા હૈ, જરા બતા મુઝકો.
મૈં અપને રૂમ કી બત્તી જલાયે બૈઠા હૂં,
અરે, યહ શામ સે પહલે હી, કયા હુવા મુઝકો?
યે કોઈ ઔર હૈ, ‘અલવી’ જો શે’ર કહતા હૈ;
તુમ ઉસ કે જુર્મ કી દેતે હો, કયૂં, સજા મુઝકો?
– મોહમ્મદ અલવી
વિખ્યાત શાયર તેમ જ લોકપ્રિય ગીતકાર શ્રી નિદા ફાઝલી (૧૯૩૮-૨૦૧૬)એ કવિ મોહમ્મદ અલવીને ‘શબ્દોના ચિત્રકાર’ કહ્યા છે. ફાઝલીસાહેબે લખ્યું છે: “તેમની દરેક નઝમ યા ગઝલ કાચની જેમ પારદર્શક હોય છે, જેમાં વાચક સરળતાથી પોતાનો ચહેરો જોઈ શકે છે. અનુભવ અને અભિવ્યક્તિ વચ્ચેના અંતરને ઓછું કરવાની કળા અલવી પાસે છે. તેમની શાયરી પર મુનીર નિયાઝી તથા નાસિર કાઝમીનો પ્રભાવ છે, પરંતુ આ પ્રભાવને એમણે પોતીકા શબ્દોમાં ઝીલી, તેને પોતીકાં રંગ-રૂપ આપ્યાં છે. તેમની શાયરીની ભાષા સૂફીઓ-સંતોની બોલીઓ જેવી સીધી, સહજ અને ચિત્રાત્મક છે.
આ શાયર તેમના શે’રમાં મેઘધનુષી દૃશ્યોને વણી લઈ એવી રીતે રજૂ કરે છે કે ભાવકોની મન:સૃષ્ટિ પર તેની અસર હંમેશ માટે ઝીલાઈ જાય છે. આ પ્રથમ હરોળના શાયરનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૨૭ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે તેમની કેળવણી અમદાવાદમાં અને દિલ્હીમાં લીધી હતી. તેમણે સર્જનનો આરંભ વાર્તા દ્વારા કર્યો હતો, પણ તેનાથી તેમને સંતોષ થયો નહોતો. પછી પોતે જ પોતાના ગુરુ-વિવેચક બન્યા અને વાર્તાના સ્વરૂપથી છેડો ફાડી નાખ્યો હતો. વાર્તા લેખનને પૂર્ણવિરામ આપ્યા પછી આ સર્જક હળવેકથી કાવ્યસર્જન તરફ વળી ગયા હતા.
‘ખાલી મકાન’ તેમના પ્રથમ કાવ્યસંગ્રહનું મથાળું છે. તે ઈ.સ. ૧૯૬૩માં પ્રગટ થયો હતો. ત્યાર પછી તેમણે ‘આખરી દિન કી તલાશ’ (૧૯૬૮), ‘તીસરી કિતાબ’ (૧૯૭૮) અને ‘ચૌથા આસમાન’ (૧૯૯૧) નામનાં ગઝલ-નઝમનાં પુસ્તકો આપ્યાં. ગુજરાત રાજ્યની ઉર્દૂ સાહિત્ય અકાદમીએ તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ ‘રાત ઈધર ઉધર રૌશન’ ૧૯૯૫માં પ્રગટ કર્યો હતો. એ જ અરસામાં જાણીતા ઉર્દૂ કવિ કુમાર પાશીએ ‘સુતૂર’ સામયિકનો વિશેષાંક ‘મોહમ્મદ અલવી નંબર’ તૈયાર કર્યો હતો. અલવીસાહેબનાં ઉર્દૂ કાવ્યોનો ગુજરાતી ભાવાનુવાદ ‘હવાના ટકોરા’ જાણીતા કવિ હનીફ સાહિલે ૨૦૦૯માં પ્રગટ કર્યો છે.
સુખ્યાત વિવેચક શમ્સુર રહેમાન ફારૂકીના મત પ્રમાણે મોહમ્મદ અલવી નવી ગઝલના પ્રતિનિધિ કવિ છે. જીવનની સંપૂર્ણ કેફિયત તેમની કવિતામાં છે. તેથી તેમની શૈલી તેમના સમકાલીનો કરતાં ભિન્ન છે. અલવી નવા શબ્દોની શોધમાં અગ્રેસર છે.
અલવી ખુલ્લી આંખે જે વસ્તુને જુએ છે તેની અભિવ્યક્તિ તેઓ નિર્ભયતાથી કરે છે, જેને સર્જનાત્મક નીડરતા કહે છે. અલવી આપણા સાંપ્રત જીવનને સંપૂર્ણ રીતે વ્યકત કરે છે.
અલવીના પુસ્તક ‘ચૌથા આસમાન’ને દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ૧૯૯૨ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. મશહૂર શાયર શીન કાફ નિઝામે આ કાવ્યસંગ્રહનું હિન્દીમાં લિપ્યંતર કર્યું હતું. અલવીસાહેબની ગઝલસેવાને ધ્યાનમાં લઈને તેમને ઓલ ઈન્ડિયા અકાદમી એવૉર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર અને દિલ્હીની ગાલિબ અકાદમી તરફથી ગાલિબ એવૉર્ડ એનાયત થયા હતા.
નગરજીવનની રાબેતા મુજબની જિંદગી જીવતા લોકોની પારાવાર યાતના, મધ્યમ વર્ગના લોકોની મૂંઝવણો, ગૂંચવણો અને જટિલતાનું બયાન, યાંત્રિક અને બીબાંઢાળ જીવનશૈલી તરફનો આક્રોશ, જિંદગીના અસલ અને મૂળ હેતુ સુધી પહોંચવાની તલપ, તડપ અને મથામણ- વગેરે સંવેદનો તેમની ગઝલોમાં સ્પષ્ટ રૂપે ઝીલાયેલાં છે.
‘ખ્વાબ’ શીર્ષક હેઠળની તેમની નાનકડી નઝમથી શરૂઆત કરીએ:
“કુછ દેર ખેલેગી
ફિર તોડ દેગી
મુઝે સબ પતા હૈ
મગર ફિર ભી મૈં
નીંદ કે હાથ મેં
ખ્વાબ દેતા રહૂંગા.
સ્વપ્નમાં રાચવું કોને ન ગમે? વ્યક્તિ અમીર હોય કે ગરીબ, કિશોર હોય કે વૃદ્ધ, નર હોય કે નારી- સ્વપ્ન વગરનું જીવન હંમેશાં નિર્જીવ જીવન હોય તેવું લાગે છે તે વાત અહીં અલગ અંદાજમાં કહેવામાં આવી છે.
‘અફવાહેં’ નામની તેમની બીજી એક નઝમ પણ માણવા જેવી છે:
“અફવાહોં કે પાંવ નહીં હોતે
લેકિન
અફવાહેં
ફિર ભી ચલતી હૈં
દૌડતી હૈં
ઘર ઘર જાતી હૈં
ઔર ઈક ઈક ઘર મેં
ખુશિયોં કો
ઢૂંઢ ઢૂંઢ કર
ખા જાતી હૈં!!
અફવાઓનું બજાર હંમેશાં આકરા તાપ-તડકા જેવું ગરમ હોય છે. તે કયારેય ઠંડું પડતું નથી કે તેમાં ઓટ આવતી નથી. સમાજમાં વહેતી અફવાઓને લીધે સમાજજીવન અને કુટુંબજીવન છિન્નભિન્ન થઈ જતું હોય છે તે તરફ અહીં ઈશારો કરાયો છે.
તેમના કેટલાક પ્રતિનિધિ શે’રમાંથી હવે પસાર થઈએ:
* અબ ન સુન પાયેંગે હમ દિલ કી પુકાર,
સુનતે સુનતે કાન બહરે હો ગયે.
દિલનો અવાજ સાંભળવા માટે માત્ર કાન હોય તે પૂરતું નથી. તે માટે તો સજ્જતા અને સ્વસ્થતા જોઈએ. કર્કશ અવાજોને લીધે કાન બહેરા થયા હોય તો સાંભળવું કેવી રીતે?
* છુપાકર ન આંખો મેં રખ પાઓગે,
કોઈ ખ્વાબ નીંદેં ચુરા જાયેગા.
તમે તેને તમારી આંખોમાં સંતાડીને નહીં રાખી શકો. કેમ કે કેટલાંક સ્વપ્નાં એવાં હોય છે જે માણસની ઊંઘને હરામ કરી નાખતા હોય છે. આમ આ શાયર ઉપદેશ આપતા નથી. પણ સાવધાની રાખવાની વિનંતી કરી
રહ્યા છે.
* ઘર મેં ક્યા આયા કિ મુઝકો,
દીવારોં ને ઘેર લિયા હૈં.
આખા દિવસનો થાકેલો-પાકેલો માણસ સંધ્યા ટાણે પોતાના ઘેર શાંતિ-આરામ માટે પાછો ફરે છે, પરંતુ પોતાના ઘરમાં પ્રવેશતા જ ઘરની ભીંતો તેને ઘેરી લ્યે છે. ખુદના મકાનમાં તેને શાંતિ મળતી નથી તેવી ફરિયાદ અહીં કરાઈ છે. આમ વ્યક્તિ ઘરની બહાર હોય કે ઘરની અંદર હોય- બંને બાજુની પરિસ્થિતિ સમાન જ છે. આમ માણસ જાય તો પણ
ક્યાં જાય?
* અભી રોયા, અભી હંસને લગા હૂં,
તો ક્યા સચમુચ મૈં પાગલ હો ગયા હૂં?
આ શે’રમાં આજના માણસની દશા-અવદશાનું વર્ણન કરાયું છે. કોઈની આંખોમાં ક્યારેક

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.