રિયલ લાઈફ વિકી ડૉનર

પુરુષ

આપણે બધાએ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘વિકી ડૉનર’ તો જોઈ જ હશે અને એ ફિલ્મના માધ્યમથી જ સ્પર્મ ડોનેશન જેવા સામાજિક મુદ્દા પર આપણે ત્યાં ચર્ચાની શરૂઆત થઈ હતી, પણ આજે આપણે અહીં વાત કરીશું રિયલ લાઈફ વિકી ડૉનરની અને તેનું નામ છે જેમ્સ મેકડોગલ. બ્રિટનમાં રહેતો જેમ્સ ૩૭ વર્ષનો છે અને તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે જેમ્સ સ્પર્મ ડોનેશનથી અત્યાર સુધી ૧૫ બાળકોનો પિતા બની ચૂક્યો છે.
જેમ્સે સોશિયલ મીડિયા પર જાહેરાત દ્વારા પોતાનું સ્પર્મ ડોનેટ કરવાનું કામ શરૂ કર્યું હતું અને હવે તે આ રીતે જન્મેલાં કેટલાંક બાળકોનો કાયદેસર પિતા બનવા માગે છે. યુનાઈડેટ કિંગ્ડમમાં ૩૭ વર્ષીય જેમ્સ મેકડોગલે સોશિયલ મીડિયા પેજ પર સ્પર્મ ડોનેશનનું કાર્ય લગભગ ત્રણ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું.
પરંતુ હવે કહાણીમાં ટ્વિસ્ટ એ છે કે તે ફ્રેઝાઈલ એક્સ સિન્ડ્રોમથી પીડિત હોવા છતાં પ્રાઈવેટ સ્પર્મ ડોનેશનનું કામ કરી રહ્યો હતો. આઈ નો, આઈ નો, હવે તમને થશે કે આખરે ફ્રેઝાઈલ એક્સ સિંડ્રોમ છે શું, બરાબરને? ફ્રેઝાઈલ એક્સ સિન્ડ્રોમ અથવા એફએક્સએસ એક દુર્લભ વારસાગત સ્થિતિ છે, જે બાળકોના અભ્યાસ અને વ્યવહાર પર અસર કરે છે અને જેનાથી બાળકોમાં ઓટિઝમ, એટેન્શનનો અભાવ જેવી સમસ્યા જોવા મળે છે.
જેમ્સ મેકડોગલના સ્પર્મ ડોનેટ કરવાનો કેસ યુનાઈટેડ કિંગ્ડમની ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ખુલાસો થયો છે કે જેમ્સ મેકડોગલ પોતાના સ્પર્મ ડોનેટથી ૧૫ બાળકોનો પિતા બની ગયો છે. જોકે જેમ્સ મેકડોગલે કરાર પર હસ્તાક્ષર કર્યા વિના ક્યારેય કોઈ બાળકનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ હવે મેકડોગલે કોર્ટ પાસેથી ૪ બાળકોની સાથે સમય પસાર કરવા માટે પરવાનગી માગી છે, જ્યારે આવાં ત્રણ બાળકોની માતાઓએ મેકડોગલના આ પગલાનો વિરોધ કર્યો છે.
હવે ડર્બી સ્થિત કોર્ટની એક મહિલા જજ જસ્ટિસ લિવેને ચુકાદો આપ્યો કે તેણે બાળકો માટે વાલીપણાની જવાબદારી સ્વીકારવી જોઈએ નહીં, કેમ કે તેનાથી તેને નુકસાન થશે. મહિલા જજ જસ્ટિસ લિવેને આગળ જણાવ્યું કે જ્યારથી મેકડોગલે લેસ્બિયન માટે સોશિયલ મીડિયા પેજ પર જાહેરાત કરી છે તેના પછી મેકડોગલનાં બાળકો ૩ વર્ષ અને તેનાથી ઓછી વયનાં થઈ ચૂક્યાં છે.
મેકડોગલને ખબર હોવા છતાં કે તે ફ્રેઝાઈલ એક્સ સિન્ડ્રોમથી પીડિત છે તેમ છતાં પણ ક્લિનિકલ સારવાર ન કરાવી. હવે મહિલા જજે નિર્ણય ત્યાં સુધી અનામત રાખ્યો છે જ્યાં સુધી સોશિયલ સર્વિસીસમાંથી રિપોર્ટ ન
આવી જાય… ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.