રિઝર્વ બૅન્કે વ્યાજદર વધાર્યો

ટૉપ ન્યૂઝ

મુંબઈ: ફુગાવાને અંકુશમાં લેવા આરબીઆઈએ ચાવીરૂપ ધિરાણદર (રિપોરેટ)માં પચાસ બેસિસ પૉઈન્ટનો વધારો કરી ૪.૯ ટકા કરવાની બુધવારે જાહેરાત કરી હતી.
૪ મેએ યોજાયેલી બેઠક બાદ આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૪૦ બેસિસ પૉઈન્ટના વધારાની કરવામાં આવેલી જાહેરાત બાદ આ વધારો કરવામાં આવ્યો હતો. પાંચ અઠવાડિયાંમાં રિપોરેટમાં કરવામાં આવેલો આ બીજો વધારો છે.
રિપોરેટમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવ્યો હોવાને કારણે હૉમ, કાર સહિત અન્ય લોનના ઈએમઆઈમાં વધારો થશે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાન્તા દાસના વડપણ હેઠળની છ સભ્યની બનેલી મૉનેટરી પૉલિસી કમિટી (એમપીસી)એ વ્યાજદરમાં કરવામાં આવેલા આ વધારાને સર્વાનુમતિથી મંજૂરી આપી હતી.
આર્થિક નીતિ ઘડતી વખતે આરબીઆઈ જે બાબતને ધ્યાન પર લે છે તે ફુગાવા આધારિત ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સતત સાતમા મહિને વધારો જોવા મળ્યા હતો અને એપ્રિલ મહિનામાં ૭.૭૯ ટકા સાથે તે આઠ મહિનાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીનો વિકાસદર ૭.૨ ટકા રહેશે એવી આગાહી કરવામાં આવી છે, પરંતુ તણાવપૂર્ણ વૈશ્ર્વિક પરિસ્થિતિ અને વૈશ્ર્વિક આર્થિક મંદી સ્થાનિક ફુગાવાના દર માટે અચોક્કસતાનું કારણ બની શકે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના દરની મર્યાદા અગાઉના ૫.૭ ટકાથી વધારીને ૬.૭ ટકા કરવામાં આવી છે.
અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતો માટે પૂરતી નાણાકીય પ્રવાહીતા જળવાઈ રહે તેની ખાતરી રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
યુનિફાઈડ પૅમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) સાથે ક્રેડિટ કાર્ડ્સને લિંક કરવાની આરબીઆઈએ પરવાનગી આપી હોવાને કારણે વધુ લોકો આ લોકપ્રિય પૅમેન્ટ સિસ્ટમ મારફતે ચુકવણી કરી શકશે.
વર્તમાનમાં ડેબિટ કાર્ડની મદદથી સેવિંગ અને કરન્ટ અકાઉન્ટ મારફતે જ યુપીઆઈથી પૅમેન્ટની ચુકવણી કરી શકાય છે.

કો-ઓપરેટિવ બૅન્કો માટે હાઉસિંગ લૉનની મર્યાદા બમણી કરાઈ હોવા ઉપરાંત કમર્શિયલ રિયલ એસ્ટેટ-રેસિડન્શિયલ હાઉસિંગ (સીઆરઈ-આરએચ) સેક્ટરને ધિરાણ આપવાની રૂરલ કો-ઓપરેટિવ બૅન્કોને પરવાનગી આપવામાં આવી છે.
અર્બન કો-ઑપરેટિવ બૅન્કોને ઘરે ઘરે જઈને બૅન્કિંગ સેવા પૂરી પાડવાની પરવાનગી આપવામાં આવી હોવા ઉપરાંત રિકરિંગ પૅમેન્ટ માટેના કાર્ડ પરના ‘ઈ-મેન્ડેટ’ની મર્યાદા રૂ. ૫૦૦૦થી વધારીને રૂ. ૧૫,૦૦૦ કરાઈ છે. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.