રાહુલે 105 કલાક સુધી બોરવેલની અંદર મૃત્યુ સામે લડત આપી

ટૉપ ન્યૂઝ

‘જા કો રખે સાંઇયાં માર સકે ના કોઈ’ ફરી એકવાર સાચી સાબિત થઈ છે. છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં 105 કલાક સુધી મોત સામે લડ્યા બાદ આખરે રાહુલે જીવનની લડાઈ જીતી લીધી હતી. બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલમાં તે છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રેસ્ક્યુ ટીમ રાહુલને બચાવવા માટે જમીન લેવલથી લગભગ 65 ફૂટ નીચે બોરવેલના ખાડામાં ઉતરી હતી અને ઘણી મહેનત બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સુરંગમાંથી બહાર આવતા જ રાહુલે આંખો ખોલી અને ફરી એક વાર દુનિયા જોઈ. દરેક માટે આ ખુશીની મોટી ક્ષણ હતી.
માલખારોડા ડેવલપમેન્ટ બ્લોકના પિહારીદ ગામમાં 10 જૂને બપોરે લગભગ 2 વાગ્યે રાહુલ સાહુ તેના ઘરની પાછળના યાર્ડમાં રમતી વખતે 80 ફૂટના બોરવેલમાં પડી ગયો હતો અને લગભગ 60 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો હતો. તેને બચાવવામાં લાગેલી રેસ્ક્યુ ટીમની વ્યૂહરચના વારંવાર નિષ્ફળ થઈ રહી હતી. આવી સ્થિતિમાં, પાંચ દિવસ સુધી તે માત્ર તેના જોમના કારણે સંઘર્ષ કરતો હતો.
રાહુલને 105 કલાક પછી સૂકા બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રાહુલને બચાવવા માટે શુક્રવારે સાંજે પાંચ વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાહુલને મંગળવારે રાત્રે 11.56 કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો. આ પાંચ દિવસમાં રાહુલને ખાવા માટે માત્ર કેળા, લસ્સી અને ફ્રુટી મળી હતી. જીવન અને મૃત્યુના સંઘર્ષમાં રાહુલે હાર નહોતી માની.
માતા-પિતાના જણાવ્યા મુજબ બાળક માનસિક રીતે સ્વસ્થ નથી અને બરાબર વાત કરી શકતો નથી તેથી તે યોગ્ય રીતે જવાબ આપી શકતો ન હતો. હવે રાહુલ બહાર છે, તેની બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.