રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રી અને જાણીતા કથક નૃત્યાંગના મુરલી મેઘાણીનું નિધન

આપણું ગુજરાત

ભાવનગર: જાણીતા કથક નૃત્યાંગના મુરલી બેન નું મંગળવારે વહેલી સવારે ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મુરલીબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રી હતા.
૧૯૪૪માં જન્મેલાં મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં જ હાર્ટએટેક આવ્યો હોવાની પ્રાથિમક માહિતી મળી છે. મુરલીબેન મેઘાણીના નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલાં ગત તા.૩ ના રોજ મુરલીબેન મેઘાણીના ભાઈ અને ઝવેરચંદ મેઘાણી ના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું નિધન થયું હતું. આમ મેઘાણી પરિવાર માં થોડા દિવસમાં ભાઈ બહેનનું નિધન થયેલ છે. બન્ને તેમના ક્ષેત્રોમાં આપેલા યોગદાન બદલ હંમેશાં યાદ રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.