રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન

ટૉપ ન્યૂઝ

આક્રમણકારીઓ પર વિજય અને દેશની એકતાનું પ્રતીક: આદિત્યનાથ

ભવ્ય મંદિર: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (એજન્સી)

અયોધ્યા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે અયોધ્યાના રામજન્મભૂમિ સ્થળે મંદિરના ગર્ભગૃહની શિલાપૂજન વિધિ કરી હતી. તેમણે શિલારોપણવિધિના પ્રસંગને આક્રમણકારીઓ સામે ભારતના વિજય અને રાષ્ટ્રની એકાત્મતાના પ્રતીકરૂપ અને પ્રત્યેક ભારતીય નાગરિક માટે ગૌરવરૂપ ગણાવ્યો હતો. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના કેસમાં સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્નરૂપ ચુકાદા પછી વર્ષ ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં એ સ્થળે રામ મંદિરના બાંધકામનું ઉદ્ઘાટન કર્યું હતું.
બુધવારે કરવામાં આવેલી શિલાપૂજન વિધિ બાંધકામના બીજા તબક્કાના આરંભરૂપ હોવાનું યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. મંદિરના ભવનના પાયાનું ચણતર થઈ ચૂક્યું હોવાથી હવે બીજા તબક્કામાં મુખ્ય મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં મંદિરનો અમુક હિસ્સો બંધાઈ જાય અને રામભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે. બુધવારે રામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યની ઉપસ્થિતિમાં કર્મકાંડી પંડિતોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યોગી આદિત્યનાથે મંદિરના ગર્ભગૃહની શિલાપૂજન વિધિ કરી હતી. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.