રાધિકા મર્ચન્ટે ભવ્ય આરંગેત્રમ રજૂ કર્યું

આમચી મુંબઈ

મુંબઈ: મુંબઈ શહેર જ્યાં સામાન્ય રીતે જીવંત સાંસ્કૃતિક દૃશ્ય જોવા મળતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી મૌન
થઈ ગયું હતું.
ફરી એક વાર ભરતનાટ્યમના એક શાનદાર પરર્ફોમન્સની સાથે વાતાવરણ જીવંત થઈ ગયું હતું અને આ ભવ્ય પરફોર્મન્સ આપનાર હતા રાધિકા મર્ચન્ટ. રાધિકા મર્ચન્ટના ભવ્ય પરફોર્મન્સને જોયા પછી દરેક લોકો તેના ભવ્ય પરફોર્મન્સની વાતો કરવા લાગ્યા હતા. રાધિકા મર્ચન્ટ એ આલા દરજ્જાની ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના છે અને મૂકેશ અંબાણી અને નિતા અંબાણીના ભાવિ પુત્રવધૂ છે.
રાધિકા મર્ચન્ટે રવિવારે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટરમાં રજૂ કરેલા આરંગેત્રમના ભવ્ય કાર્યક્રમમાં અંબાણી પરિવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શોને જોવા માટે અને રાધિકા મર્ચન્ટનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં દર્શકો પણ હાજર રહ્યા હતા.
અહીંના કાર્યક્રમમાં અંબાણી પરિવારના તમામ સભ્યોની સાથે પરિવારના નજીકના લોકો તેમ જ કલા, બિઝનેસ અને સરકારી સેવા સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થયો હતો. મહેમાનો જ્યારે ધીરુભાઈ અંબાણી સ્કેવરથી જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમનામાં ઉત્સાહ જોવા મળતો હતો. મોટાભાગના મહેમાન પોતાના પારંપારિક પોશાકમાં હતા, જ્યારે મહિલાઓ બ્રોકેડેડ અને એબ્રાયડ સિલ્કની સાડીમાં સજ્જ હતી.
અહીંના કાર્યક્રમમાં અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ દરેક મહેમાનોનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પણ ચુસ્તપણે પાલન કર્યું હતું, જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોએ પણ લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુશી ખુશી કોરોનાનો પણ ટેસ્ટ કરાવ્યો હતો.
રાધિકા મર્ચન્ટે પોતાના પરફોર્મન્સથી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પળ રાધિકા અને તેના ગુરુ ભાવના ઠક્કર માટે ખુશીની હતી, કારણ કે તેમને રાધિકા મર્ચન્ટને ભરતનાટ્યમમાં આઠ વર્ષથી વધારે સમય સુધી તાલીમ આપી હતી, જેથી તે આરંગેત્રમ માટે તૈયાર થઈ શકે. ઉ

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.