રાજસ્થાન ચેન્નઇ સામે જીતીને પ્લેઓફ્ફમાં સ્થાન નિશ્ર્ચિત કરશે?

સ્પોર્ટસ

મુંબઇ: છેલ્લી કેટલીક મેચોમાં નિષ્ફળ રહેલો રાજસ્થાન રોયલ્સ (આરઆર) નો ધૂંઆધાર બેટ્સમેન જોસ બટલર જો આજે ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે)ની સામે જોશ દાખવે તો રાજસ્થાનનું પ્લેઓફ્ફમાં સ્થાન નિશ્ર્ચિત થઇ શકે એમ છે. સંજુ સેમસનના નેતૃત્વ હેઠળ જો રાજસ્થાન જીતે તો તેના ૧૮ પોઇન્ટ થઇ જશે. વળી તેનો રનરેટ પ્લસ ૦.૩૦૪ છે,જ્યારે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)નો રનરેટ પ્લસ ૦.૨૫૧ છે એટલે હાલ પોઇન્ટ ટેબલમાં એલએસજી બીજા સ્થાને છે તેને પછાડી રાજસ્થાન બીજું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. બૉલર તરીકે યુઝવેન્દ્ર ચહલે સાતત્ય જાળવ્યું છે.
ચેન્નઇના બૉલરો મુકેશ ચૌધરી, સિમરજીતસિંહ અને બેબી મલિન્ગા તરીકે ઓળખાતો મથિસા પથિરાના આ છેલ્લી લીગ મેચમાં સારો દેખાવ કરી શકે છે, પરંતુ ચેન્નઇનું બૅટિંગ પ્રદર્શન કંગાળ રહ્યું છે, તેણે મેચ જીતવા ઉત્કૃષ્ટ દેખાવ કરવાની જરૂર છે. રાજસ્થાનનો બટલર આ સિઝનમાં ત્રણ સદી સાથે ૬૨૭ રન સાથે મોખરે છે તો ચેન્નઇનો હાલ ફોર્મમાં આવેલો ઋતુરાજ ગાયકવાડ ૩૬૬ રન સાથે મોખરે છે પણ બાકીના કોઇ બેટ્સમેને ૩૦૦નો સ્કોર પાર કર્યો નથી. એમ.એસ.ધોની(૨૦૬ રન), અંબાતી રાયડુ (૨૭૧) અને રોબિન ઉથપ્પા(૨૩૦) માટે આ ટુર્નામેન્ટ બહુ સારી નથી રહી. ડેવોન કૉન્વે જેણે મોટા ભાગની મેચો સેક્ધડ હાફમાં જ રમી છે તેણે ૨૩૬ રન કર્યા છે એ કંઇક સન્માનજનક કહેવાય. ઇજાગ્રસ્ત દીપક ચહર અને જોસ હેઝલવૂડની ગેરહાજરી પણ આ ટીમને સાલી
રહી છે.
બીજી બાજુ રાજસ્થાન પાસે હાઇએસ્ટ સ્કોરર જોશ બટલર હોવા ઉપરાંત શ્રેષ્ઠ સ્પિન બૉલિંગ બેલડી યુઝવેન્દ્ર ચહલ અને આર. અશ્ર્વિન છે જે સામેવાળી ટીમના બેટ્સમેનોના છક્કા છોડાવી શકે છે. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ટ્રેન્ટ બૉલ્ટનો પણ તેમને સારો સહકાર મળી રહ્યો છે.
ટૂંકમાં,રાજસ્થાન રોયલનું પલડું ચેન્નઇ કરતા ભારે છે અને કોઇ અણધાર્યો ઊલટફેર જ તેને હરાવી
શકે છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.