Homeદેશ વિદેશરાજસ્થાનમાં CM કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ

રાજસ્થાનમાં CM કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ

[ad_1]





રાજસ્થાનમાં કોંગ્રેસ વિધાનસભ્યોના બળવા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે આકરું પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાંથી રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતનું પત્તુ કપાઈ ગયું છે. મુખ્ય પ્રધાન તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચા વચ્ચે ગઈ કાલે સીએમ ગહેલોતના વિશ્વાસપાત્ર વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા હતાં, જે બાદ સોનિયા ગાંધીએ મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. બંને નેતાઓએ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી જે બાદ હાઈ કમાન્ડે અશોક ગહેલોતને પ્રેસિડેન્ટ ઈલેક્શનમાંથી બહાર કરી નાંખ્યા હતાં.

અશોક ગેહલોતના આઉટ થયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ રાષ્ટ્રપતિ પદની રેસમાં ભાગ લઈ રહ્યા છે. સીડબ્લ્યુસીના એક સભ્ય અને પક્ષના એક નેતાએ એમ પણ કહ્યું હતું કે ગેહલોતે જે રીતે વર્તન કર્યું તે પાર્ટીના નેતૃત્વ સાથે સારું ન હતું.



Post Views:
8




[ad_2]

RELATED ARTICLES

Most Popular