રાંધણગૅસના ભાવ વધ્યા

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

નવી દિલ્હી: રાંધણગૅસ (એલપીજી)માં ગુરુવારે સિલિન્ડર-દીઠ રૂપિયા ૩.૫૦નો વધારો કરાયો હતો. રાંધણગૅસમાં ચાલુ મહિનામાં આ બીજી વખત ભાવવધારો થયો છે.
દેશની રાજધાનીમાં નૉન-સબસિડાઇઝ્ડ એલપીજીના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ વધીને રૂપિયા ૧,૦૦૩ થયો છે. અગાઉ, દિલ્હીમાં તે રૂપિયા ૯૯૯.૫૦ હતો. છેલ્લાં બે મહિના કરતાં ઓછા સમયમાં આ ત્રીજી વખત વધારો કરાયો છે. અગાઉ, ૨૨ માર્ચે રૂપિયા પચાસનો અને ફરી સાત મેએ રૂપિયા પચાસનો ભાવવધારો કરાયો હતો. આમ છતાં, પેટ્રોલ અને ડીઝલનો ભાવ ૪૩મા દિવસે યથાવત્ રહ્યો હતો. વાહનોના ઇંધણમાં ચાલુ વર્ષે ૨૨ માર્ચથી ૧૬ દિવસ દરમિયાન લિટર-દીઠ અંદાજે રૂપિયા ૧૦નો ભાવવધારો થયો હતો. સબસિડાઇઝ્ડ
૧૨ સિલિન્ડર બાદ ગ્રાહકોને રાંધણગૅસ નૉન-સબસિડાઇઝ્ડ દરે અપાય છે.
રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના નૉન-સબસિડાઇઝ્ડ સિલિન્ડરનો ભાવ મુંબઈમાં વધીને રૂપિયા ૧,૦૦૨.૫૦ થયો છે, જ્યારે ચેન્નઇમાં રૂપિયા ૧,૦૧૮.૫૦ અને કોલકાતામાં રૂપિયા ૧,૦૨૯ કરાયો છે.
હૉટેલ્સ અને રેસ્ટોરાં સહિતના ધંધાદારી લોકો દ્વારા વપરાતા ૧૯ કિલોગ્રામના કૉમર્શિયલ રાંધણગૅસના સિલિન્ડરનો ભાવ રૂપિયા આઠ વધારીને રૂપિયા ૨,૩૫૪ થયો છે.
અગાઉ, કૉમર્શિયલ રાંધણગૅસ સિલિન્ડરનો ભાવ પહેલી મેએ રૂપિયા ૧૦૨.૫૦ વધારીને રૂપિયા ૨,૩૫૫.૫૦ કરાયો હતો, પરંતુ સાત મેએ તે ઘટાડીને રૂપિયા ૨,૩૪૬ કરાયો હતો. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.