અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ નિકળવાની છે. જેના માટેની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે. જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં રથોને રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
