અમદાવાદની રથયાત્રા અષાઢી બીજના દિવસે બે વર્ષ બાદ પહેલીવાર ધામધૂમ અને રંગેચંગે યોજાશે. જગન્નાથજીની નગરયાત્રાની સવારીની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં વર્ષોથી અખાડા જોડાયા છે અને અંગ કસરતના દાવ રજૂ કરીને દર્શનાર્થીઓ માટે નજરાણું બની ગયાં છે. કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષ બાદ આ વર્ષે અખાડા પણ યાત્રામાં જોડાવાના છે જેની તૈયારી ચાલી રહી છે. (તસવીરો: જનક પટેલ, અમદાવાદ.)
