યોગથી વૈશ્ર્વિક શાંતિ સ્થાપી શકાશે: મોદી

દેશ વિદેશ

યોગદિન: આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિત્તે કર્ણાટકના મૈસૂરૂ ખાતે યોજાયેલા યોગાસનના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નવી દિલ્હીમાં કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ. (પીટીઆઇ)

મૈસૂરૂ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મંગળવારે ‘આંતરરાષ્ટ્રીય યોગદિન’ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેને સંબોધતા જણાવ્યું હતું કે યોગથી આપણું શારીરિક આરોગ્ય સુધરવાની સાથે મન પણ શાંત થાય છે. યોગથી માત્ર વ્યક્તિને જ લાભ નથી થતો, પરંતુ આપણા સમાજ, રાષ્ટ્ર અને વિશ્ર્વમાં શાંતિ ફેલાવી શકાય છે.
તેમણે અહીંના રાજમહેલ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે આપણા ઋષિમુનિઓએ ‘યોગ’ દ્વારા જીવનનો સરળ મંત્ર આપ્યો હતો કે ‘આખા બ્રહ્માંડનો પ્રારંભ આપણા શરીર અને આત્માથી થાય છે.’ યોગ આપણામાં નવી ચેતના લાવે છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે યોગાસન કોઇ હવે ચોક્કસ સમય કે સ્થળ સુધી મર્યાદિત નથી રહ્યા અને આજે ‘આંતરરાષ્ટ્રીય યોગદિન’ની ઉજવણી થઇ રહી છે. યુવાનોએ યોગાસનને સંબંધિત પોતાના નવા વિચાર સાથે આગળ આવવું જોઇએ.
યોગદિન નિમિત્તે અહીં યોજાયેલા કાર્યક્રમમાં મોદી ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોત, મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઇ, કેન્દ્રના ‘આયુષ’ પ્રધાન સર્વાનંદ સોનોવાલ, મૈસૂરૂના રાજવી પરિવારના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. (એજન્સી)ઉ

1 thought on “યોગથી વૈશ્ર્વિક શાંતિ સ્થાપી શકાશે: મોદી

VM ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.