મોદી સરકારનો મોટો નિર્ણય! Hindustan Zinkમાં સરકાર પોતાનો આખો હિસ્સો વેચશે, 36,500 કરોડ મળવાની આશા

ટૉપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વ હેઠળ આજે કેબિનેટની મીટિંગ યોજાઈ હતી, જેમાં હિંદુસ્તાન ઝિંકમાં હિસ્સાના વેચાણના પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી મળી હતી. એટલે કે સરકાર હવે હિંદુસ્તાન ઝિંકમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા જઈ રહી છે. આ કંપનીમાં સરકારનો 29.54 ટકા જેટલો હિસ્સો છે. હિસ્સાના વેચાણથી સરકારને આશરે રૂ. 36,500 કરોડ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેબિનેટના આ નિર્ણયને કારણે તેનો સ્ટોક 7.28 ટકા વધ્યો હતો.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પવન હંસ, આઈડીબીઆઈ બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વ્યૂહાત્મક વેચાણમાં વિલંબ થઈ રહ્યો છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટથી નાણાકીય વર્ષ 2023 માટે રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રએ ડિસઈન્વેસ્ટમેન્ટથી અત્યાર સુધીમાં આશરે રૂ. 23,575 કરોડ એકત્ર કર્યા છે, તેમાંથી રૂ. 20,560 કરોડ એલઆઈસીના આઈપીઓમાંથી અને રૂ. 3,000 કરોડ ઓએનજીસીના 1.5ના વેચાણમાંથી જમા કર્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.