મોદીજી પધારે અમારે આંગણે રે લોલ

ઉત્સવ

આજે આટલું જ-શોભિત દેસાઈ

સખાતે બેસહારાની, સહારા દોડતા આવ્યા (૧)
જિગરથી ઝંપલાવ્યું (૨) તો કિનારા (૩) દોડતા આવ્યા
(૧) ૨૦૧૪ (૨) ભારતીય પ્રજા (૩) મોદીજી
વ્યવસ્થા (૧) એમના માટે ભલા શું હોય કરવાની
હતા મહેમાન (૨) એવા કે ઉતારા (૩) દોડતા આવ્યા
(૧) મુંબઈ સમાચાર (૨) મોદીજી (૩) આપ સૌ ૧૪ જૂનના પ્રેક્ષકો
– અમૃત ઘાયલ
અરે મારા વ્હાલાઓ! હું ભૂલી જતો હોઈશ?! અને એય તમને આપેલું વચન?! પણ ‘પાધર થયા પરદેશ’ના ત્રીજા અને આખરી મુકામ માટે પ્લીઇઇઇઝ એક અઠવાડિયાની રાહ જુઓ. કારણ તો તમે જાણો જ છો! અરેએએએ ‘મુંબઈ સમાચાર’ને ૨૦૧મી જન્મજયંતી નિમિત્તે ઇંફાાુ ઇશિવિંમફુ કહેવા મોદીજી રૂબરૂ પધારે છે. કામાસાહેબ અને નીલેશભાઈને ઙખઘમાં બોલાવી આવું કરી જ શક્યા હોત મોદીસાહેબ, પણ ના… ગુજરાતી ભાષાની અને અખબારી આલમની આ અત્યંત વિશિષ્ટ સિદ્ધિને સ્વયમ્ સાક્ષાત્ મોદીજી આમ રૂબરૂ પોંખવાનું નક્કી કરે એ મોદીજીની મસમોટા ગજાની મોટપ નહીં તો બીજું શું?
એ તો તમે જાણો જ છોને કે ‘મુંબઈ સમાચાર’ સમગ્ર એશિયા ખંડનું પહેલવહેલું અખબાર છે?! અને તમારાથી એ વાત જરાય અજાણ નહીં જ હોય કે શાસકો ખાસ કરીને લોકશાહીના સમર્થ શાસક માટે અખબાર એ પ્રજાસંપર્કનો અતિ વિપુલ પુલ છે.
મોદીસાહેબની વાત આગળ વધારીએ… તો સૌથી મોટી સિદ્ધિ આ સરકારની એ છે કે મે, ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી છેલ્લાં ૮ વર્ષમાં આખાય દેશમાં રમખાણ ક્યાંય પણ થયાં હોય તો મારું અજ્ઞાન દૂર કરશો પ્લીઝ? આ આઠ વર્ષમાં ભારતીયજનોની સંખ્યામાં જરૂર ૧૦ %નો વધારો થયો, પણ આ નવા આવનારા ૧૦ % ભારતીયજન પ્રમાણમાં ઘણા શાંત સમયમાં આ દુનિયામાં આવ્યા. અરે ભૈ, મૂળ વાત જ ત્યાં બને છેને! લગભગ તો દરેક જણ શાંતિ જ ઇચ્છતો હોય છે, પછી ભલેને એ કોઈ પણ જ્ઞાતિ કે ધર્મને સમર્પિત હોય! બદમાશી કરે છે આ કાયમ ઝઝૂમતા ભારતીયજન જોડે માત્ર યદ્વાતદ્વા ધર્મ કે જ્ઞાતિના હરામખોર ઊંબાડિયાબાજો… રાખ્યા એમને જેવા કાબૂમાં લોકશાહી ઢબે ચૂંટણીમાં પછાડીને કે એમના પર કડક નિગરાની રાખીને કે દેશમાંથી હરામખોર ઊંબાડિયાબાજી નાબૂદ થવાની જ. ટૂંકમાં દોસ્તો, મોદીજીનો એક વાક્યનો સિદ્ધાંત મારા મનને સમૃદ્ધિ અને પગને નર્તન ધરે છે કે આગ આવતી અટકાવવા તણખાને જ, જેવા ઊડે કે બુઝાવી નાખવાના…
યુ.પી.માં તો તમને ખબર છેને કે સામાન્યજનને રોજિંદું જીવવામાં જલસા થઈ ગયા છે?! માંડ માંડ બિચારો રાતે દસ-અગિયાર વાગ્યે કૌટુંબિક – કમાણીજન્ય – સામાજિક – જવાબદારીસંલગ્ન ચિંતાઓમાંથી મુક્ત થઈને ગાદલાથી લઈને સડક પર આંખ મીંચે અને સવારના પાંચ વાગ્યે ધાર્મિક એલાર્મ માઇક પર વાગવા શરૂ થઈ જતા… આખા દેશની માફક. પણ હવે એ સામાન્યજન પોતાની મરજી મુજબ સવારે છ વાગ્યા પછી ઊઠે છે અને રાતની પૂરી ઊંઘ સાથે સૂર્યાય નમ: કહીને પોતાનો દિવસ શરૂ કરે છે. માઇકની સ્વિચ જ ‘ઓફ’ કરી નાખવામાં આવી છે. મારે તો અંગત તકલીફ થયેલી બે-ત્રણ મહિના પહેલાં… રાતે દોઢ વાગ્યે નવસારીમાં કાર્યક્રમ પતાવીને સૂવા પડ્યો અને પાંચ વાગ્યે કોઈકે એવા સ્થળથી એલાર્મ વગાડ્યું કે જ્યાંના વ્યવસ્થાપકોને, પરમાત્મા બહેરો છે એમ માનીને પ્રાર્થના (ખરેખર તો માગણીઓ) પહોંચાડવા માઇક વાપરવાની અને એ પણ રોજ જરૂર પડતી હતી. અને બીજો આશય આજુબાજુના લોકોને વધુમાં વધુ ખલેલ પહોંચાડવાનો તો ખરો જ… આશા છે અમેરિકાથી પાછો આવું અને ગુજરાતમાં પાછો કાર્યક્રમ કરવા જઉં ત્યારે ધાર્મિક એલાર્મ બંધ થયા હોય.
અત્યારેય… આટલું વાંચતાંય કેટલાંક ભવાં તણાઈ ગયાં હોય એવું મને કેમ થયા કરે છે? અરે દોસ્તો! તમારામાંથી જેટલાને અસુખ થાય એમને ૨૦૨૪માં જે ઈચ્છા હોય એ કરી જ લેજોને! લોકશાહીનો આ જ તો મોટો, મોટામાં મોટો મુસદ્દો છે. પણ અહીંથી, આજે તો મોદીસાહેબનો આભાર, ખૂબ ખૂબ આભાર, શતાબ્દી વર્ષની સેર કરતા ‘મુંબઈ સમાચાર’ના એક વખતના આધારસ્તંભ શૂન્ય પાલનપુરી તરફથી…
મનને મીઠા બોલથી બહેલાવનારા આપ છો (મોદીજી!)
ઝેર પી જઈને અમી સરજાવનારા આપ છો (મોદીજી!)
આજે આટલું જ…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.