Homeદેશ વિદેશમોતની દવા: ગામ્બિયામાં 66 બાળકોના જીવ લેનાર કફ સિરપના ઉત્પાદન પર હરિયાણા...

મોતની દવા: ગામ્બિયામાં 66 બાળકોના જીવ લેનાર કફ સિરપના ઉત્પાદન પર હરિયાણા સરકારે પ્રતિબંધ મૂક્યો

[ad_1]

હરિયાણા સરકારે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના કફ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીના કફ સિરફ પીવાથી આફ્રિકાના દેશ ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ થયા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હરિયાણામાં મેડન ફાર્માસ્યુટિકલ્સના ત્રણ કફ સિરપ સામે તબીબી ચેતવણી જારી કરી હતી. ત્યારથી કંપનીના કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે કહ્યું કે રાજ્ય સરકારે કંપનીના કફ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે WHOની નોટીસ બાદ સોનીપતની ફાર્માસ્યુટિકલ કંપનીના ત્રણ કફ સિરપના સેમ્પલ કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે, રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

મેઈડન ફાર્મા ઉત્પાદિત કફ સિરપ

અનિલ વિજે કહ્યું કે કેન્દ્ર સરકારના અધિકારીઓ સંપૂર્ણ માહિતી એકત્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ જો કંઈ ખોટું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે કેન્દ્ર અને હરિયાણાના ફાર્માસ્યુટિકલ વિભાગો દ્વારા સંયુક્ત નિરીક્ષણ પછી લગભગ 12 ખામીઓ મળી આવી હતી, જેને ધ્યાનમાં રાખીને હાલ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યોછે.
હરિયાણા ડ્રગ કંટ્રોલરે મેઇડન ફાર્માસ્યુટિકલ્સને કારણ બતાવો નોટિસ જારી કરી છે અને પૂછ્યું છે કે તેનું ઉત્પાદન લાઇસન્સ કેમ રદ ન કરવું જોઈએ? મેઈડન ફાર્માસ્યુટિકલ્સે 14 ઓક્ટોબર સુધીમાં કારણ બતાવો નોટિસનો જવાબ આપવાનો છે.
અત્યાર સુધી ચાર રાજ્યોએ કહ્યું છે કે આ ફાર્મા કંપનીની ઘણી દવાઓ ગુણવત્તાના માપદંડોને અનુરૂપ નથી. તમને જણાવી દઈએ કે વિયતનામે 2011માં કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો.

[ad_2]

RELATED ARTICLES

Most Popular