મૉન્સૂનમાં બનો મિસ્ટર સ્ટાઈલિશ

પુરુષ

ફેશન-મૌસમી પટેલ

છ ઋુતુના ઋુતુચક્રમાં ચોમાસુ એ ચોક્કસ જ શ્રેષ્ઠ ઋુતુ છે અને એમાં શંકાને કોઈ જ સ્થાન નથી… નાનાથી લઈને મોટેરાઓ સુધી તમામે તમામ લોકો આ સિઝનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાના મૂડમાં હોય છે. ઋુતુ બદલાવવાની સાથે સાથે જ ફેશન ટ્રેન્ડમાં પણ બદલાય છે. ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને ચોમાસાનું આગમન થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે આ મૉન્સુન તમે તમારા વૉર્ડરોબમાં કયા નાના-મોટા ચેન્જિસ કરીને મિસ્ટર સ્ટાઈલિસ્ટ બનવાની રેસમાં આગળ વધી શકો છો…
——————
ક જો તમારી ઓફિસમાં મોન્સુન દરમિયાન કૅપ્રી, થ્રી-ફોર્ટ કે શૉર્ટ્સ પહેરવાની પરવાનગી મળતી હોય તો ચોમાસામાં તમારા માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. સ્ટાઈલમાં કૂલ હોવાની સાથે સાથે જ ટૂંકા હોવાને કારણે તે પલળી જવાનું જોખમ એટલું ઓછું હોય છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આ આઉટફિટ્સને પણ તમારા વૉર્ડરોબમાં જગ્યા આપો. ઓફિસમાં ના પણ ચાલે તો તમે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથેના આઉટિંગમાં તો એ પહેરી જ શકો છો!
—————–
ચોમાસાના દિવસો છે એટલે શક્ય હોય ત્યાં સુધી ઢીલા કપડાં પહેરવાનું રાખો, કારણ કે ટાઈટ કપડાં સ્કીન સાથે ચોંટી જાય છે અને તેને કારણે ઘણી ફંગસ કે બીજા સ્કીનના ઈશ્યૂઝ થઈ શકે છે. આઉટફિટ ઢીલું હશે તો તમને ઈરિટેટ નહીં કરે.
————
ક આ મૉન્સુનમાં તમારે તમારા વૉર્ડરોબમાં લાઈટ કલરના કૉટનના શર્ટ માટે જગ્યા રાખો. આ કૉટનનો શર્ટ ચોક્કસ જ એક પરફેક્ટ ચોઈસ સાબિત થશે તમારા માટે અને તમારી પર્સનાલિટીને નિખારશે પણ! તમે જો ચાહો તો પ્રિન્ટેડ શર્ટ કે પછી ટી-શર્ટને પણ જગ્યા આપી શકો છો.
———–
ક આ ચોમાસામાં તમે એસેસરીઝમાં પણ સ્ટાઈલિશ છત્રી, વૉટરપ્રૂફ બેગ કે પછી બેગ પર ચઢાવવા માટે કવર ખરીદી લો, સ્ટાલિશ બૂટ્સ, કે ફ્લિપફ્લોપનો સમાવેશ કરીને મિસ્ટર સ્ટાઈલિશ સાબિત થઈ શકો છો.
————-
ક ચોમાસાની ઋતુ છે એટલે ગમે ત્યારે વરસાદ તો પડવાનો જ છે આવા સમયે આઉટ ફિટ્સની સાથે સાથે તમારે તમારી ઘડિયાળ પણ બદલવની જોઈએ, કારણ કે લેધરની ઘડિયાળ આ સિઝનમાં પહેરી શકાતી નથી એટલે શક્ય હોય ત્યાં સુધી વૉટર પ્રૂફ ઘડિયાળ પહેરવાનું રાખો, જેથી વરસાદના પાણીમાં ભીંજાય તો પણ તેને કોઈ નુકસાન ના પહોંચે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.