મૉન્સૂનમાં આ રીતે કરો સ્કિન કેર

લાડકી

બ્યુટી ટિપ્સ-મૌસમી પટેલ

મૉન્સૂનમાં આ રીતે કરો સ્કિન કેર
ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને હવે મેઘરાજા ચોમાસાની છડી પોકારવા માટે તૈયાર છે… ચોમાસું આવતાં આવતાં જ સ્કિનમાં અનેક પ્રકારનાં પરિવર્તનો આવવા લાગે છે અને એક ચોમાસું જ નહીં, પણ જેમ જેમ સમય પ્રમાણે ઋતુ બદલાય છે એ જ રીતે સ્કિન પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસું આવતાં ઉનાળાની ગરમીમાંથી રાહત તો મળી જાય છે, પણ એની સાથે જ સ્કિન અને હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ ઘેરી વળે છે. પિમ્પલ્સ, એલર્જી, બળતરા અને પિગ્મેન્ટેશન જેવી સમસ્યા આ સીઝનમાં જોવા મળી શકે છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જે તમને આ બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવશે…
——————–
ચોમાસા પછીનો તડકો સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, એટલે ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન લગાવવાનું રાખો. સનસ્ક્રીન સૂરજનાં હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચાને રક્ષણ પૂરું પાડવાનું કામ કરશે.
————–
મોન્સૂનની સીઝન જેટલી રોમેન્ટિક હોય છે, એટલી જ વધુ બીમારીઓ આ સીઝનમાં થતી હોય છે. આવા સમયે સૌથી વધુ જરૂરી છે કે તમે તમારા હાથ, પગ, ચહેરાને દર થોડાક થોડાક સમયે સાફ કરતા રહો અને શક્ય હોય તો દિવસમાં બે વખત કોઈ સારા ફેસવૉશથી ચહેરાને ધોવાનું રાખો. આને કારણે તમારી અડધી બીમારીઓ તો આમ ને આમ દૂર થઈ જશે.
—————-
ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ભેજ હોય છે અને એવામાં સ્કિનના પોર્સ પણ બ્લોક થઈ જાય છે અને આ જ કારણસર ચહેરા પર પિમ્પલ્સ આવી જવા એ ખૂબ જ સામાન્ય વાત છે.
જો તમે ઈચ્છો તો સારી ક્વૉલિટીનું એન્ટિબેક્ટેરિયલ ટૉનર પણ યુઝ કરી શકો છો અને જો તમે આવું કોઈ પણ પ્રકારનું ટોનર નથી વાપરતા તો પછી રોઝ વૉટરનો ઉપયોગ પણ કરી શકો છો.
——————–
મોટા ભાગની મહિલાઓ ચોમાસામાં મોઈશ્ર્ચરાઈઝર લગાવવાનું ટાળે છે, કારણ કે તેમને એવું લાગે છે કે આને કારણે ત્વચા વધુ ચિપચિપી થઈ જાય છે, પણ હકીકત તો એ છે કે ચોમાસામાં ત્વચાને એક્સ્ટ્રા કેરની જરૂર હોય છે એટલે મોઈશ્ર્ચરાઈઝર લગાવવાનું કન્ટિન્યુ રાખો, પણ એક વાતનું ધ્યાન રાખો કે આ મોઈશ્ર્ચરાઈઝર ઓઈલ ફ્રી હોય.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.