મુન્દ્રા બંદરેથી ₹ ૭ કરોડનું ૧૪ ટન રક્તચંદન ઝડપાયું

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ડ્રગ્સ કાંડથી ચર્ચાસ્પદ બનેલા મુન્દ્રા બંદરના એમઆઈસીટી ટર્મિનલમાંથી ડીઆરઆઈએ અમદાવાદ પાસેના ખોડીયાર આઈસીડીથી આવેલા એક શંકાસ્પદ ક્ધટેનરને નિકાસ થતું રોકાવી તપાસ હાથ ધરી હતી. આ ક્ધટેનરમાંથી દુબઈ નિકાસ થાય તે અગાઉ અટકાવી આંતરરાષ્ટ્રીય બજારમાં ૭ કરોડની કિંમત ધરાવતો ૧૪ ટન રક્તચંદનનો જથ્થો જપ્ત કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સુરત, અમદાવાદ અને બરોડામાં સર્ચ ઑપરેશન હાથ ધરાયા હોવાનું પણ જાણવા મળે છે.
બીજી બાજુ કચ્છના મુન્દ્રા બંદર ખાતેથી અવારનવાર આયાતી માલના ક્ધટેનરોમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ડાયરેકટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.)એ મુન્દ્રા ખાતેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૦૦ કરોડના મૂલ્યનું ૫૬ કિલોગ્રામ કોકેઈન ઝડપી લીધા બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે.
નવી દિલ્હીથી ડી.આર.આઈ. દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર, ઈરાનથી મુન્દ્રા આવેલા આયાતી માલ અંગે જરૂરી ડેટા કલેકશન તથા પૂર્વ બાતમીઓને આધારે મોટી માત્રામાં નશીલું દ્રવ્ય કચ્છ વાટે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાની પ્રબળ સંભાવના ઊભી થતાં ડી.આર.આઈ.એ ઑપરેશન ‘નમકીન’ હાથ ધર્યું હતું જેના ભાગરૂપે ઈરાનથી મુન્દ્રા આવેલી ૨૫ મેટ્રીક ટન મીઠાની ૧૦૦૦ બોરીઓને સતત ત્રણ દિવસ સુધી સ્કેન કરી, તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
એક હજાર બોરી પૈકી આ તપાસણી દરમ્યાન કેટલીક બોરી શંકાસ્પદ જણાઈ આવી હતી. મીઠાની ગણાવાયેલી આ શંકાસ્પદ બોરીમાં ભરેલો પાવડર પ્રકારનો પદાર્થમાંથી તીવ્ર ગંધ આવતી હતી જેથી આ શંકાસ્પદ બોરીઓમાંથી પાવડરના નમૂના લઈ તેને વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવા માટે રાજ્ય સરકારની ફોરેન્સીક લેબોરેટરીમાં નમૂના મોકલાતાં તે કોકેઈન હોવાનું સાબિત થયું હતું. અત્યાર સુધીમાં ૫૬ કિલોગ્રામ કોકેઈનનો જથ્થો હસ્તગત કરાયો છે. ડી.આર.આઈ.એ.એન.ડી.પી.એસ. ૧૯૮૫ના કાયદા તળે તેની આગળની તપાસ આદરી છે. હવે આ ચર્ચાસ્પદ મામલે ધરપકડોનો દોર શરૂ કરવામાં આવશે. ડ્રગ્સ સંબંધિત પ્રકરણોમાં કસ્ટમની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ માટે ગોલ્ડન ગેટ બની ચૂકેલા મુન્દ્રા બંદર અને દેશના કેટલાક મથકોમાંથી અગાઉ ડી.આર.આઈ.એ રૂ.૩૨૦૦ કરોડનું ૩૨૧ કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું હતું. ૨૫૦૦ કરોડનું હેરોઈન મુદ્રામાંથી પકડાયા બાદ કચ્છમાં ડ્રગ્સ ઘૂસાડાતું હોવાના અનેક બનાવો ડી.આર.આઈ.એ ઝડપ્યા છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.