મુંબઈમાં શનિવાર સુધી મોટી ભરતી

આમચી મુંબઈ

નાગરિકોની સુરક્ષા માટે દરિયાકિનારા પર લાઈફગાર્ડ તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે. હાલ હવામાન ખાતાએ છૂટાછવાયા વરસાદની અને ૧૮ જૂન બાદ ચોમાસું પૂર્ણ રીતે સક્રિય થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. છતાં શનિવાર સુધી દરિયામાં મોટી ભરતી હોવાને કારણે પાલિકા સતર્ક થઈ ગઈ છે અને દરિયાકિનારા પર લાઈફગાર્ડને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
મુંબઈમાં ગુરુવારે હળવા વરસાદે હાજરી પુરાવી હતી. આ દરમિયાન ગુરુવારે અને શુક્રવારે દરિયામાં મોટી ભરતી હોવાને કારણે દરિયામાં મોજાં ૪.૮૦ મીટરથી ૪.૮૭ મીટર ઊંચા ઊછળવાનો અંદાજો છે. ભરતી દરમિયાન ૫૦ મિલીમીટર કરતા વધુ વરસાદ પડે તો મુંબઈમાં પાણી ભરાવાની શક્યતા હોય છે. તેથી પાલિકાનું ડિઝાસ્ટર મૅનેજમેન્ટ, ફાયર બ્રિગેડ અને લાઈફગાર્ડ સહિતની યંત્રણા સતર્ક બની ગઈ છે. તેમ જ દરિયાકિનારા તરફ નહીં જવાની અપીલ કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે હજી મંગળવારે જ નવી મુંબઈના બે સગાભાઈ સહિત ત્રણ યુવકો જુહૂમાં દરિયામાં ડૂબી ગયા હતા.
જૂન મહિનાની સૌથી મોટી ભરતી ગુરુવાર ૧૬ જૂનના બરાબેરના ૧ વાગીને ૩૫ મિનિટે હતી. સાડાચાર મીટર કરતા ઊંચા મોજાં ઊછળવાના હોવાની ચેતવણીને પગલે પાલિકા સહિત રાજ્ય સરકારે ખાસ કાળજી લીધી હતી. દરિયામાં મોટી ભરતી હોય ત્યારે દરિયાને લાગીને આવેલા આઉટફોલ દરવાજા બંધ કરવામાં આવે છે. તેથી દરિયાનાં પાણી શહેરમાં ઘૂસતાં અટકાવી શકાય. આજે પણ દરિયામાં મોટી ભરતી છે. બપોરના ૨.૨૫ વાગે ભરતી ચાલુ થશે અને ૪.૮૦ મીટરથી ઊંચાં મોજા ઊછળશે. તેથી આજે પણ લોકોને દરિયાકિનારે નહીં જવાની અપીલ કરવામાં આવી છે.
પાલિકાએ આજે ગિરગામ, દાદર, મામિમ, બાંદરા, જુહૂ, વર્સોવા, આક્સા જેવી ચોપાટીઓ પર નાગરિકોના સુરક્ષા માટે લગભગ ૯૩ લાઈફગાર્ડ તહેનાત કર્યા છે. લાઈફગાર્ડની મદદ માટે રેસ્કયૂ ટીમના જવાન પણ મદદમાં હશે. જેટીકીજ, છ રેસ્ક્યૂ બોટસ વગેરે પણ બચાવકામ માટે આવશ્યક સાધનો તૈયાર રાખ્યા છે.
———–
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૫૭ ટકા ઓછો વરસાદ
દેશમાં પહેલી જૂનથી ૧૫ જૂન સુધીમાં કુલ ૬૨.૧ મિલીમીટર વરસાદ પડવાનો અંદાજ હતો, પરંતુ હકીકતમાં ૩૨ ટકા ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. મોસમ વિભાગના કહેવા મુજબ અત્યાર સુધી ૬૨.૧ મિ.મી. વરસાદ પડવાનો અંદાજ હતો, તેની સામે ફક્ત ૪૨.૩ મિ.મી. વરસાદ જ પડ્યો હતો. તો મહારાષ્ટ્રમાં અત્યારમાં સુધી ૫૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે. ૧૫ જૂન સુધીમાં ઓછોમાં ઓછો ૭૬.૨ મિ.મી. વરસાદ પડવાનો અનુમાન હતો, પરંતુ હકીકતમાં ફક્ત ૩૨.૫ મિ.મી. વરસાદ પડયો છે. ૧૫ જૂનના મહારાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લામાં કુલ મળીને ફક્ત ૨.૨ મિ.મી. વરસાદ પડયો છે. તેના સામે ૯.૩ મિ.મી વરસાદ પડવાનો અંદાજ છે.
————
ચોમાસાનો વિદર્ભમાં પ્રવેશ
નૈર્ઋત્યના મોસમી પવનો ગુરુવારે વિદર્ભમાં પ્રવેશ્યા હોવાની જાહેરાત હવામાન ખાતાએ કરી છે. બુધવારે હવામાન ખાતાના કહેવા મુજબ નૈર્ઋત્યના મોસમી પવનો ગુરુવારે પૂરા કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડ અને વિદર્ભના અમુક વિસ્તારમાં પ્રવેશી ચૂક્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં પૂરા વિદર્ભમાં ચોમાસાનું આગમન થઈ જશે. ૧૮ જૂનથી સક્રિય ચોમાસું જોવા મળશે અને વરસાદની ગતિવિધિ વધશે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.