મિલાન દુઓમો: ૩૪૦૦ શિલ્પોમાં મળી સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની કોપી…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

એક જમાનામાં કોઈ ઉમરાવના પરિવારની માલિકીમાં રહેલી હવેલી કે મોનાસ્ટરી પ્રકારની ઇમારતમાં આજે અમારી મિલાનની હૉટેલ નીચેના માળ પર ડેન્ટિસ્ટ સ્ોમિનાર, કોર્પોરેટ વર્કશોપ અન્ો ઉપરના માળે હૉટેલ ચલાવતી હતી. ત્ોના બુકિંગ ડોટકોમના ફોટા અન્ો રિવ્યૂ જોઈન્ો તો અમે ઇમ્પ્રેસ થઈ ગયેલાં, પણ ત્યાં પહોંચ્યા પછી ત્યાંની શાવર કેબિન અન્ો લિફ્ટની સાઇઝ કલ્પના બહાર નાની નીકળી હતી. એટલું જ નહીં, ત્યાંનો બ્રેકફાસ્ટ પણ ભાવના પ્રમાણમાં ઘણો સાધારણ હતો. આ બધું જોઈન્ો લાગતું હતું કે આ બિઝન્ોસન્ો કોરોનાએ કેટલો હચમચાવી દીધો હશે. એક સાથે ડાઉનટાઉન ઇટાલીમાં એક જુનવાણી બાંધકામન્ો ટૂરિસ્ટના અભાવમાં કોઇ જાતની કમાણી વિના જાળવી રાખવાનું જ કેટલું મોંઘું બની રહૃાું હશે એ પ્રશ્ર્ન થયા વિના રહે નહીં. જોકે, એ બધી કાપકૂપમાં લોકોના અનુભવોમાં પણ કાપ મુકાઇ જ રહૃાો હતો. હજી આ પ્રકારની ટ્રિપના પોસ્ટ-કોરોના અનુભવો શરૂ જ થયા હતા, છતાંય એક વાત નક્કી હતી, થોડો સમય ટ્રાવેલ ક્વૉલિટીમાં ઇનકન્સિસ્ટન્સી મળ્યા જ કરવાની હતી.
આ વખત્ો અમે પહેલેથી જ દસ વાગ્યે મ્યુઝિયમ ઑફ ધ મિલાન કથિડ્રાલની સામેથી ચાલુ થતી વોકિંગ ટૂર ઇન્ટરન્ોટ પર બુક કરાવી હતી. ત્ોમાં પણ જાણે ઇન્ટરન્ોટ પર હતું ત્ોનાથી જુદું જ અનુભવવા મળી રહૃાું હતું. ન્ોટ પર લખ્યું હતું કે આ ટૂરમાં દસ્ોક જેટલાં લોકોન્ો જ લેવામાં આવશે અન્ો ટૂર મૂળ ફ્રી છે, પણ અંત્ો ટિપ આપવાની રહેશે. અમારા માટે મ્યુઝિયમના દરવાજા સામે એક ગાઇડ પીળી છત્રી લઈન્ો ઊભો રહેશે. ત્ોના લિસ્ટ પર અમારું નામ હશે. ત્યાં અમારા ત્ો દિવસના ગાઇડનું નામ હતું માટેઓ. ત્ો અમારા માટે પીળી છત્રી લઈન્ો તો ઊભો હતો પણ ત્ોની આસપાસ સહેજેય પાંત્રીસ-ચાલીસ લોકોનું ટોળું હતું. પાછળ બીજાં વીસ્ોક લોકોની લાઇન પણ હતી. અમારે પહેલાં તો ક્યાં જવું ત્ો જ ન સમજાયું. અમે ત્ોની પાસ્ો પહોંચ્યાં એટલે પહેલાં તો ત્ોણે અમન્ો ઇન્ટરન્ોટ પર રજિસ્ટર કરાવેલાં લોકોની લાઇનમાં ઊભાં રાખ્યાં. પછી જ્યારે વારો આવ્યો ત્યારે ત્ોણે પોતાનો ભારત પ્રત્યેનો પ્રેમ બતાવીન્ો જાણે દિલ જીતી લીધું.
આ માટેઓ એક જમાનામાં ઇટાલિયન મિલિટરીમાં કામ કરી ચૂક્યો હોય ત્ોવું લાગ્યું, કારણ કે ત્ો અમારા ટૂરિસ્ટ ગ્રુપ્સન્ો ટ્રુપ્સ કહીન્ો બોલાવતો હતો. ખાસ એટલા માટે કે ત્ોણે ન્ોેટ પર રજિસ્ટર કર્યા વિના સ્પોન્ટેનિયસ રીત્ો આવી ચઢેલાં લોકોન્ો જતાં કર્યાં, પણ માત્ર રજિસ્ટર કરાવીન્ો આવેલાંઓની સંખ્યા પણ ચાલીસ ઉપર હતી. આટલું મોટું ઝુંડ સાથે લઈન્ો ઓલ્ડ સિટીની સાંકડી ગલીઓમાં ચાલીન્ો લોકોન્ો શહેરની વાર્તાઓ કહેવાનું સરળ ન હતું, પણ માટેઓ પહેલેથી જ સજ્જ લાગતો હતો. ત્ોની પાસ્ો પોર્ટેબલ ખભે લટકાવાનાં માઇક અન્ો સ્પિકર પણ હતાં જ. અમન્ો દરેક સમયે સાથે રાખીન્ો રસ્તો બતાવવામાં ત્ો પોત્ો કોઈ સ્ોનાપતિ હોય ત્ોવું વર્તી રહૃાો હતો અન્ો સાથે અમારું મનોરંજન પણ કરી રહૃાો હતો. ત્ોણે મિલાનના પ્રતીક તરીકે અન્ોક ઇમારતો પર કોતરવામાં આવેલા સાપના શિલ્પથી શરૂઆત કરી, અન્ો સાથે વાત સીધી સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કયા શિલ્પની કોપી છે ત્ો નવી ઇન્ફોથી કરીન્ો લોકોન્ો ચોંકાવી દીધાં.
સ્ટેચ્યુ ઑફ લિબર્ટીના સર્જક કામિલો પાચેટીએ જગવિખ્યાત સ્ટેચ્યુ બનાવ્યું તો કોલમાર, ફ્રાન્સમાં હતું, પણ ત્ોણે આ શિલ્પ બનાવતાં પહેલાં મિલાનની મુલાકાત લીધાનો રેકોર્ડ પણ છે. આ શિલ્પ ઓરિજિનલ લેડી લિબર્ટી કરતાં ૭૫ વર્ષ જૂનું છે, અન્ો અમે ત્ોન્ો ખાસ જોયું તો લાગ્યું કે આપણે કોપી કરવા કે પ્રેરણા લેવા માટે ફિલ્મો અન્ો સંગીતકારોન્ો ઘણાં વખોડીએ છીએ, પણ દુનિયાભરના સર્જનમાં, સાહિત્યથી લઈન્ો શિલ્પ કલામાં, આર્કિટેક્ચરમાં કોઇ ન્ો કોઇ અગાઉના સર્જનથી પ્રેરણા તો લેવામાં આવી જ હોય છે. સાવ ઓરિજિનલ તો કદાચ દુનિયાના સર્જક સિવાય કોઇ હોય ત્ોવું શક્ય લાગતું નથી. એવામાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી ઓરિજિનલ નહીં અન્ો
એક ટચૂકડા મિલાનિઝ સ્ટેચ્યુની આબ્ોહૂબ કોપી છે ત્ો જાણીન્ો આટલી નવાઈ કેમ લાગતી હતી ત્ો પણ હવે પ્રશ્ર્ન થાય છે.
લોકો જનરલી અમેરિકાન્ો ફ્રાન્સ્ો ભેટ આપ્ોલા, દુનિયામાં અમેરિકન ફ્રિડમ અન્ો લિબર્ટીનું સિમ્બોલ બની ચૂકેલું શિલ્પ કોપી હોવાનો વિચાર આમ ભાગ્યે જ કોઇન્ો આવે. વળી કદાચ કામિલો પાચેટીન્ો પણ ૧૮૧૦માં લાગ્યું હશે કે મિલાનના દુઓમો પર તો ૩૪૦૦ સ્ટેચ્યુ છે. ત્ોમાં ત્ોની નજર ખેંચનાર સ્ટેચ્યુ ત્ો ફરી બનાવે ત્ો ટ્રિબ્યુટ પણ હોઈ શકે. પાચેટીન્ો ત્ોણે બનાવેલી કોપી અમેરિકાનું પ્રતીક બની જશે ત્ોની કલ્પના પણ નહીં હોય. જોકે, આ કોપીની વાર્તા સાંભળ્યા પછી બાકીના દુઓમોનાં શિલ્પો પણ વધુ રસપ્રદ લાગવા માંડ્યાં. ખાસ તો એટલા માટે કે જાણે ત્યાંનું દરેક શિલ્પ મિલાનના ઇતિહાસ, પોલિટિક્સ કે ધર્મ બાબતની કોઇ ન્ો કોઇ વાર્તા કહી રહૃાુંં હતું. આ સ્ટેચ્યુની સંખ્યા અન્ો ત્ોન્ો ધ્યાનથી જોવામાં લાગતો સમય જોતાં લાગતું હતું કે આ એક ચર્ચ માત્ર પર કોઇ મ્યુઝિયમથી પણ વધુ સ્ટેચ્યુ છે.
અંદર સ્ોંટ બાર્થોલોમ્યુનું સ્ટેચ્યુ જોઈન્ો ત્ોની સાથેની વાર્તા સાંભળીન્ો ત્ોની સાથે કોઇ લેવા દેવા ન હોવા છતાં, ત્ો આર્ટની ઇફેક્ટ પર આંખમાં આંસુ આવી
ગયાં. બાર્થોલોમ્યુ ક્રાઇસ્ટના ૧૨ એપોટ્સલમાંના એક હતા. ધર્મ પ્રચાર કરવાનાં પોલિટિક્સમાં ફસાયેલા બાર્થોલોમ્યુની જીવતાં સ્કિન કાઢી નાખવામાં આવેલી. સ્ટેચ્યુમાં તો એવું જ લાગ્ો છે કે કોઇ સંત શાલ ઓઢીન્ો ઊભા હોય, પણ ત્ો ખરેખર પોતાની જ ચામડીમાં વેદના સાથે ઊભા છે. આ જ સંતન્ો માઇકલ એન્જેલોએ સિસ્ટાઇન ચેપલમાં પણ બનાવ્યા છે. અહીંનું સ્ટેચ્યુ માર્કો ડીઆગ્રાટેએ બનાવ્યું છે અન્ો જોનારાઓન્ો વધુ અંગત રીત્ો ટચ કરી જાય છે. દુઓમોનું કદાચ આ સૌથી સંવેદનશીલ શિલ્પ છે. અહીંના દરેક શિલ્પ પાછળની વાર્તાની વાતોમાં જ કલાકો નીકળી જાય ત્ોવું છે. માટેઓ હજી મિલાનનાં આવાં કેટલાંય પાસાં અમારી સામે લાવીન્ો મૂકવાનો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.