મિલાન-જસ્ટ કલાવી અને નાવિગ્લીનું ગ્લેમર…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

મોડે સુધી મિત્રો સાથે બ્ોસીન્ો ગપ્પાં મારવાનું દરેક કલ્ચરમાં હોય જ છે. યુરોપિયનો ત્ોન્ો જરા વધુ ગ્લેમરસ બનાવી દે છે. ઇટાલિયન લ અપ્ોરિટિફ એટલે કે ડિનર પહેલાંનો નાસ્તો અન્ો ડ્રિંક્સ માટે મળવું કે પછી આફટર ડિનર કોફી માટે, જર્મનો બપોરે કાફે-કુખન માટે મળે અન્ો સ્કેન્ડિન્ોવિયનો બપોરે ફિકા એટલે કે કોફી અન્ો કેક માટે મળે. આપણે ત્યાં પણ ચા-નાસ્તાનો રિવાજ છે જ. ત્ોમાં શહેર જેટલું વધુ જૂનું અન્ો કલ્ચરલ હેરિટેજ નીચે દબાયેલું, એટલાં ત્યાં ટ્રેડિશન પણ વધુ હોવાનાં. પ્ોરિસમાં કેબરે જોવાનું કે લંડનમાં પબ અન્ો મ્યુનિકમાં બિયર ગાર્ટન જવાનું સાવ સ્વાભાવિક લાગ્ો. એવી જ રીત્ો મિલાનમાં અપ્ોરિટિફ માટે નીકળી પડવાની ટૂરિસ્ટન્ો તો ખાસ સલાહ છે. અનુભવી લોકો પોતાની નિશ્ર્ચિત જગ્યાએ જ ખાવાપીવા જાય છે, પણ ટૂરિસ્ટ માટે આજકાલ ફિક્સ્ડ મેન્યુવાળાં અપ્ોેરિટિફ સર્વ કરનારાં રેસ્ટોરાં અન્ો બાર પણ ખૂલી જ ગયાં છે. એક રીત્ો જોવા જાઓ તો ત્ોન્ો ફિક્સ થાળી સાથે સરખાવી શકાય. અપ્ોરિટિફમાં એક કે બ્ો ડ્રિંક્સ અન્ો બ્ાૂફેમાંથી મિક્સ સ્ટાર્ટરની પ્લેટ મળતી હોય છે.
પહેલી સાંજે અમે ઉબરમાં નાવિગ્લી પહોંચી ગયેલાં. બીજી સાંજે પણ નાવિગ્લી તો જવું જ હતું, પણ ત્ો પહેલાં થોડું ક્લબિંગ પણ કરવાનો મૂડ હતો. ત્ોના માટે બ્ાૂકિંગ કરાવવા માટે અમે બપોરથી શક્ય એટલાં બધાં સ્થળો, જેનો ઇન્ટરન્ોટ પરથી ફોન નંબર મળતો હતો, ત્યાં ફોન કરી રહૃાાં હતાં. વળી ત્ો શનિવારની સાંજ હતી. ઇન્ટરન્ોટથી ક્લબ્સનું લિસ્ટ તો મળી ગયેલું, પણ ક્યાંય કોઈ ફોન નહોતું ઉપાડતું. અમે જે કાફેમાં બ્ોસીન્ો આયોજન કરતાં હતાં, ત્યાંનાં વેઇટરો પણ પોતાની ટાપશી પ્ાૂરી જતાં હતાં કે હવે અમે બ્ાૂકિંગ કરાવવામાં તો ઘણાં મોડાં છીએ, તો પણ જો ત્યાં પહોંચી જાઓ તો થોડી છેલ્લી ઘડીની ટિકિટોથી ક્યાંક તો એન્ટ્રી મળી જ જાય. હવે કોઈ ઇન્વિટેશનવાળી પાર્ટી કે ઇવેન્ટ અલગ વાત છે અન્ો શનિવારે સાંજે ક્લબમાં આંટો મારવા જો એન્ટ્રી ન મળવાની હોય તો મિલાનની નાઇટ લાઇફનો અનુભવ માત્ર બ્ાૂકિંગ માટે ફોન કરવા પ્ાૂરતો જ રહી ન જાય ત્ોવું પણ બન્ો. અમે પ્રયત્નો ચાલુ રાખ્યા. અંત્ો ત્યાંની ખ્યાતનામ ઓલ્ડ ફેશન ક્લબ પરથી કોલબ્ોક આવ્યો. ત્ોણે અમે કેટલાં લોકો છીએ અન્ો ક્યારે પહોંચીશું ત્ોની વોટ્સએપ પર વિગતો માગી. અમે તો એકદમ ઉત્સાહમાં આવીન્ો ત્યાં જવા માટેની ત્ૌયારીઓ શરૂ કરી.
થોડું શોપિંગ થયું, હોટલ પર થોડી વાર માટે ડિસ્કો ન્ોપ લેવા જવાની પણ વાત થઈ. છેલ્લાં પંદર વર્ષમાં દુનિયા ખૂંદી વળ્યાં હોવા છતાં, ક્યાંય રાત્રે ૧૧ વાગ્યે પહોંચવાનું હોય ત્ોવી પાર્ટી યાદ નહોતી આવતી. ઉબર અમન્ો ક્લબ પાસ્ો ઉતારી ગઈ ત્યારે ત્યાં જાણે યંગસ્ટર્સનો સમુદ્ર હિલોળા લેતો હોય ત્ોવું લાગતું હતું. અન્ો હજી આ તો આ અંદર જવાની લાઇન જ હતી. અહીં કઈ લાઇન બ્ાૂકિંગવાળા લોકોની હતી અન્ો કોણ સ્પોન્ટેનિયસ અંદર જવાનો પ્રયત્ન કરતું હતું ત્ો પણ ખબર નહોતી પડતી. ત્ોમાંય અમારી પાસ્ો કોઈ ટિકિટો તો હતી નહીં, ગ્ોટ સુધી પહોંચીએ તો અમે જે નામથી બ્ાૂકિંગ કરાવેલું ત્ો વાત કરી શકીએ, પણ અમારા સિવાય આસપાસમાં એક પછી એક યુવક અન્ો યુવતીઓનું ટોળું માંડ અઢાર-વીસ વર્ષનાં ટીનએજર્સનું હોય ત્ોવું લાગ્યું. હવે ચાલીસ્ો પહોંચવા આવ્યા પછી ગર્લ્સ ટ્રિપ પર આવી નાઇટ લાઇફ માણવાન્ો મનમાં મિડ લાઇફ ક્રાઇસિસ નામ આપવાનું મન થઈ આવતું હતું.
ઓલ્ડ ફેશન ક્લબની બહાર અમે અડધા કલાકમાં ઘણા ધક્કા ખાધા. અહીં સ્ટેગ એન્ટ્રી શક્ય ન હતી. અમન્ો જોઈન્ો એક સ્કૂલ બોયઝનાં ગ્રુપ્ો સાથે ટેગ અલોંગ કરવા માટે પણ પ્રયત્ન કર્યો. મિલાનમાં જાણે ત્ો વીકેન્ડ પર દરેક્ધો ડાન્સ કરવા જવું હતું. અમન્ો પોણા બાર વાગ્યે જ્ઞાન થયું કે અહીં ક્યાં સુધી થાકીશું. લાઇન તો જરા પણ આગળ નથી વધી. અમે ઉબર લઈન્ો નાવિગ્લી જતાં પહેલાં જોયું કે નજીકમાં બીજું શું છે. અન્ો જસ્ટ કવાલી ક્લબ બરાબર ૫૦ મીટરના અંતરે હતી. રોબ્ોર્ટો કવાલીના લેબલની ભાગ્યે જ કોઈન્ો ઓળખ આપવી પડે. આ ક્લબમાં ત્ોમનાં મોડેલ્સ અન્ો ઇટાલિયન સ્ોલિબ્રિટીઝ પાર્ટી કરતાં જ હોય છે. ઉબર બોલાવતા પહેલાં જરા જોઇએ કે ત્યાં લાઇન છે કે નહીં.
હવે ઓલ્ડ ફેશન ક્લબ કરતાં જસ્ટ કવાલીમાં ઘૂસવાનું ઘણું મોંઘું હતું, પણ ઇટાલીમાં જો નાઇટ લાઇફનો એક માત્ર અનુભવ પણ કરવા મળે તો ત્ો ત્યાં જ કરવો રહૃાો. અમે કોઈ પણ જાતની ભીડ વિના જસ્ટ કવાલી ક્લબમાં પહોંચી ગયાં. અહીં અત્યંત શાનથી અમારી છોકરીઓની ટોળકીએ કવાલી મોડેલ્સ વચ્ચે અમારાં મિડલ ક્લાસ કપડામાં મજાથી ડાન્સ કર્યો. પ્ોટ ભરીન્ો ફોટા પાડ્યા. અહીં ઘણા ખૂણાઓમાં પ્રાઇવેટ પાર્ટી પણ ચાલતી હતી. માહોલ કોઈ પણ હાઇ એન્ડ ડિસ્ક જેવો હતો. માત્ર આ વર્ષની લેેટેસ્ટ ફેશન જોવા માટે પણ ત્યાં કલાકો બ્ોઠાં રહેવાનું મન થાય ત્ોમ હતું. અહીં સવાર સુધી રહી શકાય ત્ોમ હતું, પણ અમન્ો કલાકમાં તો કીડીઓ ચડવા લાગી. હજી નાવિગ્લીન્ો ત્ો દિવસ્ો જોવાનું બાકી હતું. કવાલીની ક્લબમાં ઘણું ગ્લેમર હતું, પણ નાવિગ્લી વિસ્તારમાં મુક્ત મન્ો લોકો કલા, ફિલ્મો, પુસ્તકો, એન્ટિક્સ અન્ો મન ફાવે ત્ો વિષયોની સવારો સવાર ચર્ચા કરતાં. ફરી ઉબર આવી, આ વખત્ો અમે રસ્તામાંથી સ્ોન્ડવિચીઝ પણ ઉપાડી. નાવિગ્લી પહોંચીન્ો આગલા દિવસ્ો જે પબ્સમાં ગયેલાં ત્યાં જ ફરી પહોંચ્યાં. હવે તો જાણે અહીંનાં લોકો જૂનાં મિત્રો હોય ત્ોમ વર્તાતાં હતાં.
અમારું માનીતું પબ બ્ો વાગ્યે બંધ થતું હતું, તો પણ ત્ોણે ટેબલ સાફ કરીન્ો બધું અંદર મૂકે ત્યાં સુધી અમન્ો બ્ોસવા દીધાં. ત્ો રાત્રે મિત્રો સાથે સવારો સવાર ગપ્પાં કઈ રીત્ો મરાય ત્ો કલ્ચરની અમે મિલાન સાથે આપ-લે કરી. શહેરન્ો સાઇટસીઇંગ માટે જોવામાં અન્ો મિત્રો સાથે ધમાલ કરીન્ો અનુભવવામાં કેટલો ફર્ક છે ત્ો જોવા મળી રહૃાું હતું. મિલાનમાં જરાય ટૂરિસ્ટ હોઈએ ત્ોવું નહોતું લાગતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.