માર્કેટિંગમાં રિસર્ચનું મહત્ત્વ

વીક એન્ડ

બ્રાન્ડબનશેબિઝનેસવધશે – સમીર જોશી

સર્ચ આજના સમયનો દિવસમાં વધુ પડતો વપરાતો શબ્દ હશે. નાનામાં નાની વાતથી લઈને મોટામાં મોટી વાતો માટે સર્ચ તે રામબાણ ઈલાજ છે. કઈ હોટેલમાં જવું, ક્યાંથી ખરીદી કરવી, કઈ યુનિવર્સિટીમાં એડ્મિશન લેવું, નોકરી મળી છે તો કંપની કેવી છે તે જાણવું, બિઝનેસ મીટિંગ માટે કોઈને મળવું હોય તો તેના વિશે પણ સર્ચ થાય. આમ સરવાળે આપણું જીવન સર્ચના આધારે માહિતી મેળવી ધરપત મેળવે છે કે આપણે સાચા
રસ્તે છીએ.
સર્ચ તે રિસર્ચનો જ નાનો શબ્દ છે. સામાન્ય શબ્દમાં સમજવું હોય તો કોઈ પણ ચીજની જાણકારી પ્રાપ્ત કરવાનું માધ્યમ એટલે રિસર્ચ. આજના સંદર્ભમાં આના માટેનું મહત્ત્વનું માધ્યમ એટલે ગૂગલ. કોઈ પણ વાત હોય, વિષય
હોય, ગૂગલ પર તેનું સર્ચ કરી માહિતી મેળવી લેવી તે પણ એક પ્રકારનું રિસર્ચ જ છે.
આપણે જાણીએ છીએ કે વેપારના આયામો બદલાતા જાય છે. એ સમય ગયો જ્યારે ગટફીલના આધારે વિચાર્યા વગર ધંધો શરૂ કરી શકાય. ધંધો ચાલશે કે નહિ તેના વિચાર પહેલાં શેનો ધંધો કરવો તેના માટે પણ અભ્યાસ અર્થાત્ રિસર્ચ
જરૂરી છે. આનું કારણ, આજનો
ક્ધઝ્યુમર જાગરૂક છે અને ટેક્નોલોજીના સહારે તે બધી માહિતી મેળવી પ્રોડક્ટ ખરીદે છે.
આજે જ્યારે ક્ધઝ્યુમર આટલો જાગૃત છે અને બધા જ પ્રોડક્ટનું રિસર્ચ કરી પછી જ અપનાવે છે ત્યારે ગટફીલના આધારે ધંધો શરૂ કરવો પરવડે? આજના ક્ધઝ્યુમરને શું જોઈએ છે, શા માટે જોઈએ છે તેની જાણ ન રાખતાં જો આજે પ્રોડક્ટ લોંચ કરાય તો પ્રોડક્ટ ફેલ થવાની શક્યતા નકારી ન શકાય.
આજના સ્ટાર્ટઅપના સમયમાં મારો જે આઈડિયા છે તેની ખરેખર માર્કેટમાં કે ક્ધઝ્યુમરને જરૂર છે? આનો જવાબ શોધવાની ઘણા સ્ટાર્ટઅપ કોશિશ નથી કરતા અને પરિણામરૂપે તે નિષ્ફળતાનો સામનો કરે છે. તમે જો બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને જણાશે કે જે સ્ટાર્ટઅપે અથવા વેપારીએ ક્ધઝ્યુમરની જરૂરિયાતનો અભ્યાસ કરી આઈડિયા બિલ્ડ કરી હશે તે અચૂક સફળ થઇ હશે. રિસર્ચ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના થકી તમે તમને જોઇતી માહિતી મેળવી યોગ્ય નિર્ણય લઈ શકો.
ધંધાની શરૂઆત સાથે માર્કેટિંગમાં પણ રિસર્ચનું ઘણું મહત્ત્વ છે. મોટી બ્રાન્ડ ડગલે ને પગલે આનો સહારો લે છે, જેથી તેઓને એક યોગ્ય દિશા મળી શકે અથવા યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય. માર્કેટિંગની ભાષામાં તે માર્કેટ રિસર્ચ તરીકે વધુ પ્રચલિત છે.
માર્કેટ રિસર્ચ માટે મોટે ભાગે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે – એક, ક્વોન્ટિટેટિવ રિસર્ચ. આ રિસર્ચનો આધાર આંકડાઓ પર છે. વધારેમાં વધારે લોકો સુધી પહોંચી, માહિતી મેળવવી આ પદ્ધતિની રીત છે. આમાં સર્વે, પોલ્સ, સોશિયલ મીડિયા જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. બહુમત લોકો શું ચાહે છે અને ધારે છે તેના આધારે આ રિસર્ચનું પરિણામ બનાવવામાં આવે છે.
બીજું, ક્વોલિટેટિવ રિસર્ચ. આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે મારે અમુક પ્રકારની માહિતી મેળવવી હોય જે ઇનસાઇટ આધારિત હોય. આમાં ફોકસ્ડ ગ્રુપ, ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ, ઓબ્ઝર્વેશન સ્ટડી જેવાં સાધનોનો ઉપયોગ કરી જોઇતી માહિતી મેળવાય છે. આમાં કદાચ મને બહુમત શું વિચારે છે તેની જાણ ન થાય, કારણ આ પદ્ધતિનો હેતુ જ અલગ છે. આ પદ્ધતિ મને શા માટે અને કેવી રીતે, ૂવુ અને વજ્ઞૂ જેવા પ્રશ્ર્નોના ઉત્તર મારી બ્રાન્ડ માટે આપશે.
પ્રશ્ર્ન થાય કે માર્કેટ રિસર્ચ શેનું કરવું અને ક્યારે કરવું? તેનો ઉત્તર હોઈ શકે; માર્કેટમાં શું મુશ્કેલીઓ છે અને તકો છે તે જાણવાં, માર્કેટિંગની વ્યૂહરચના બનાવવા, ક્ધઝ્યુમરની જરૂરિયાત જાણવા અને તેને સમજવા માટે, કોમ્યુનિકેશન મિક્સ ડેવલપ કરવા, સેલ્સ વધારવા, નવા પ્રોડક્ટના પરિચય અને ડેવલપમેંટ માટે, નવા વિસ્તારો ગોતવા, ડિસ્ટ્રિબ્યુશનની વ્યૂહરચના નક્કી કરવા, એડ કેંપેઇન ડેવલપ કરવા, એડ કેંપેઇન બનાવ્યા પછી અને રિલીઝ કર્યા
પછી પણ. આવા વિવિધ વિષયો માટે રિસર્ચ આવશ્યક છે, જે બ્રાન્ડને
દિશા બતાવી શકે અને બ્રાન્ડ તેના પર ચાલી શકે.
માર્કેટ રિસર્ચના અમુક ફાયદાઓ જોઈએ તો; તે કાર્યક્ષમતા વધારે છે. માર્કેટિંગનો જ્યારે વિચાર થાય ત્યારે છઘઈં (છયિીંક્ષિ જ્ઞક્ષ ઈંક્ષદયતળિંયક્ષિ)ંનું વાજબીપણું મહત્ત્વનું થઈ રહે છે. રિસર્ચ વગર તમારી વ્યૂહરચનાનો વિચાર એટલે ઘણી વાર પૈસાનું પાણી.
રિસર્ચ તમારા એક એક પૈસા જે તમે માર્કેટિંગ માટે ઇન્વેસ્ટ કર્યા છે
તેનો બહોળો ફાયદો કરાવી આપશે. તમને અને તમારા ઈન્વેસ્ટમેન્ટને કાર્યક્ષમ બનાવશે વધુ એક્સપોઝર (ઊડ્ઢાજ્ઞતીયિ) માટે.
બીજું, બ્રાન્ડની સંશોધક તરીકેની છબી ઊભી કરશે. તમે જ્યારે માર્કેટમાં તમારી બ્રાન્ડને લીડર બનાવવા માગો છો ત્યારે તમારી બ્રાન્ડની પ્રતિષ્ઠા શું છે તેના પર બધો મદાર છે.
માર્કેટ રિસર્ચ દ્વારા નવી નવી ઇનસાઇટ મેળવી, શેની જરૂરત વધારે છે તે જાણી તમારી બ્રાન્ડ લોંચ કરો કાં તો સમયે સમયે બ્રાન્ડને સુધારતા રહો. આનાથી લોકો તમને સંશોધક તરીકે ગણશે કારણ તમે હંમેશાં પ્રથમ બ્રાન્ડ હશો જે ક્ધઝ્યુમરના જીવનને સમજી તેની સમસ્યાઓનું સમાધાન કરશો.
ત્રીજો મહત્ત્વનો ફાયદો એટલે બ્રાન્ડ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેને જાણવી. ઘણી વાર બ્રાન્ડને બનાવવામાં આપણે એટલા મશગૂલ થઈ જઇએ છીએ કે બ્રાન્ડની નકારાત્મક વાતો ધ્યાનમાં નથી આવતી, જે ટૂંકા-લાંબા ગાળે બ્રાન્ડને અસર કરે છે, જેમ કે બ્રાન્ડની ઇમેજ, બ્રાન્ડ વિશેની લોકોની સમજ, ટાર્ગેટ માર્કેટ બરોબર નક્કી ન કરવી વગેરે.
ખરા સમયે થયેલું રિસર્ચ આવી નાની મુશ્કેલીઓને રાઈનો પહાડ બનાવતાં રોકે છે, આથી આગળ માર્કેટ રિસર્ચ બ્રાન્ડનો વિસ્તાર કરવામાં પણ મદદ કરે છે, જેમ કે બ્રાન્ડના નવા ઉપયોગો, નવા વિસ્તારો જાણવા, બ્રાન્ડનો વપરાશ કેવી રીતે થાય છે, નવું ટાર્ગેટ ઓડિયન્સ વગેરે બ્રાન્ડને સાચી દિશામાં વધવામાં મદદ કરશે અને આથી બ્રાન્ડનું સેલ્સ પણ વધશે. આ ઉપરાંત તમને તમારી બ્રાન્ડ પ્રત્યે ફોકસ્ડ રાખશે, તમારો ક્ધઝ્યુમર સાથેનો સંબંધ આજના સંદર્ભે અને ભવિષ્યમાં પણ વધુ મજબૂત બનાવશે, ભવિષ્યલક્ષી બ્રાન્ડ તરીકે તમને પ્રસ્થાપિત કરશે, તમારી નિર્ણયશક્તિને વધારશે, તમારું જોખમ ઓછું કરશે.
માર્કેટ રિસર્ચ જેમ આપણે જાણ્યું કે તેની આવશ્યકતા બિઝનેસ પ્લાન બનાવવામાં, માર્કેટની વ્યૂહરચના બનાવવામાં કાં તો બ્રાન્ડના વિસ્તરણ માટે છે અને આનો ઉપયોગ લગાતાર બ્રાન્ડના અને વેપારના સુધારા માટે થવો જોઈએ. પદ્ધતિ, ક્વોલિટેટિવ કે ક્વોન્ટિટેટિવ કઈ વાપરવી તે જરૂરત પ્રમાણે નક્કી કરી શકાય જે બ્રાન્ડને ધારી સફળતા
આપી શકે.
તમારી માર્કેટિંગની વ્યૂહરચના તમારી બ્રાન્ડને બનાવી પણ શકે છે અને ઉતારી પણ શકે છે. માર્કેટ રિસર્ચ, વિવિધ પદ્ધતિઓ દ્વારા તમારી માર્કેટિંગની વ્યૂહરચના એક એવો સહારો આપે છે જે બ્રાન્ડને આગળ વધવામાં અને સફળતા પામવા માટે આવશ્યક પરિબળ પૂરું
પાડે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.