માનવ કલ્યાણની પ્રવૃત્તિ કરતું ગાયત્રી શક્તિપીઠ મંદિર, વાંકાનેર

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

સૌરાષ્ટ્ર મધ્યે અમરભૂમિ વાંકાનેરમાં શાંતિકુંજ હરિદ્વાર, પરમ પૂજય ગુરુદેવના આશીર્વાદથી ગુજરાત સરકાર અને વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી પ્રતાપસિંહજી ઝાલાના સહયોગથી ગાયત્રી શક્તિપીઠ મંદિરનું નિર્માણ ગઢિયા ડુંગરમાં બિરાજતા મહાકાળી માતાજી મંદિરની તળેટીમાં ગાયત્રી શક્તિપીઠનું નિર્માણ ૧૯૯૨માં કરવામાં આવેલ. ભવ્યતાતિભવ્ય કલાનયન આછા કેશરી રંગનું મંદિર ૧૦૫ ફૂટની લંબાઈ, ૬૦ ફૂટની પહોળાઈ, જેના પર કલાત્મક ભવ્ય ૧૨ શિખરો તથા ગુંબજો તેમ જ મંદિરમાં મુખ્ય મૂર્તિ વૈદમાતા શ્રી ગાયત્રી માતાજી હંસ પર સવાર છે. બાજુમાં આદ્યાશક્તિ અંબાજી માતાજી ને સરસ્વતી માતાજીની ભવ્ય ને દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં નિયમિત યજ્ઞ તથા વૈદોકત ૧૬ સંસ્કારની વિધિ વિધાન કરવામાં આવે છે. આ ગાયત્રી શક્તિપીઠ સાથે… સાથે… માનવ કલ્યાણની પ્રવૃત્તિમાં આ વિસ્તારના શૈક્ષણિક પછાત વર્ગનાં બાળકોને શીશુ મંદિરથી ધોરણ ૮ સુધીનો અભ્યાસને સાથે પાટી, પેન, ચોપડા, નોટબૂક, સ્કૂલ ડ્રેસ અને શૈક્ષણિક સાધનો વિના મૂલ્યે સ્ટુડન્ટને આપવામાં આવે છે. આ સ્કૂલમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ શાળા સામે જ મંદબુદ્ધિના દિવ્યાંગ ૬૦ જેટલા બાળકોને ઘેરથી લાવવા અને મુકવા માટે મોટર દ્વારા સ્કૂલે આવે છે. અહીં દિવ્યાંગ બાળકોને નાસ્તો, બપોરે ભોજન તેમ જ જ્ઞાન સાથે ગમ્મત કરાવે ને રંગબેરંગી રમકડાઓથી મનોરંજન પૂરું પાડવામાં આવે છે ને સામાન્ય હરોળમાં રહી શકે તેવું શિક્ષણ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આપવામાં આવે છે.
દરરોજ ૪૦૦ માણસની રસોઈ બનાવી ૨૫૦ જેટલી સિટીની જરૂરતમંદ વ્યક્તિઓને ઘેર… ઘેર… રિક્ષા દ્વારા ટિફિન પહોંચાડવામાં આવે છે તેમ જ સરકારી હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં સાહયક તથા દર્દીને ભોજનની વ્યવસ્થા કરી આપે છે. દૂરના ગામડેથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે તેમ જ મંદિરના ભાવિક ભક્તો દર્શને આવે તેના માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
મંદિરની સંગાથે વિશાળ ગૌશાળા છે જેમાં ૧૫૦ જેટલી ગાય માતાજીઓ, પક્ષીચણ, શ્ર્વાન ભાગ ને કીડિયારું પૂરવામાં આવે છે. ગૌશાળામાંથી મળતું દૂધ યાત્રિકો માટે ભોજનલયમાં છાસ તરીકે ઉપયોગમાં લેવાય છે તેમ જ આ વિસ્તારના પછાત બહેનો સ્વનિર્ભર થાય એ હેતુથી સીવણ કલાસ ચલાવવામાં આવે છે. સંસ્થા પાસે બે એમ્બ્યુલન્સ, ટોકન દરે ચલાવે છે. તેમ જ ઘેરથી સ્મશાન સુધી ‘વૈકુંઠ રથ’ જેવી અસંખ્ય પ્રવૃત્તિઓ દાતાઓના સહયોગથી માનવ કલ્યાણની અદ્ભુત પ્રવૃત્તિ આ મંદિરના મહંત શ્રી અશ્ર્વિનભાઈ રાવલના માર્ગદર્શન તળે ચાલે છે. ગાયત્રી મંદિર ડુંગરની ગોદમાં છે અને હજારો વૃક્ષો વાવી લીલીછમ વનરાઈમાં પ્રકૃતિના ખોળે એક વાર અચૂક આવજો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.