મહાવિકાસ આઘાડીમાં કોઇ ફાટફૂટ નથી, અમે હજી પણ એક જ છીએ: ઉદ્ધવ

આમચી મુંબઈ

મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં કોઇ પણ પ્રકારની ફાટફૂટ નથી, અમે હજી પણ એક જ છીએ. હવે પછી શો નિર્ણય લેવો એ તો આવનારો સમય જ કહેશે, એવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીના નેતાઓની મંગળવારે વિધાનસભામાં બેઠક પાર પડી હતી. આ બેઠક પૂરી થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાતચીત કરતાં ઉક્ત વક્તવ્ય કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એમવીએ સરકારના પતન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. હવે મુંબઈ અને થાણે સહિત અનેક ઠેકાણે ગમે તે સમયે પાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ શકે એમ છે. એ પાર્શ્ર્વભૂમિ પર એમવીએનું મંગળવારે વિધાનસભામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એનસીપી અને કોંગ્રેસના નેતાઓ સહિત ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના અનેક નેતાઓ હાજર હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.