મુંબઈ: કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ સાંગલી જિલ્લાના જત તાલુકાનાં ગામોને કર્ણાટકમાં સમાવવાની તૈયારી દર્શાવી હતી અને બોમ્મઈના ત્યાર પછીનાં વક્તવ્યોને કારણે કર્ણાટકનો સીમાવિવાદ ફરી એક વાર ગાજ્યો છે. જોકે ત્યાર પછી પણ કર્ણાટક સરકાર દ્વારા મહારાષ્ટ્રની સીમામાં આવેલાં ગામોને પાણી છોડવામાં આવ્યું અને આક્રમક વક્તવ્ય કરવામાં આવ્યા બાદ આ મુદ્દાએ ફરી એક વાર આગ પકડી છે. એ પાર્શ્ર્વભૂમિ પર મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈ મંગળવારે સીમા વિસ્તારમાં જઇને મરાઠી બંધુઓને મુલાકાત લેવાના હતા. બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર હોઇ મહારાષ્ટ્રના નેતૃત્વ હેઠળ કોઇ પણ આત્યંતિક વલણ લેવામાં આવી રહ્યું ન હોવાનું ચિત્ર ઊપસ્યું છે.
મહારાષ્ટ્ર-કર્ણાટકમાં સીમાવિવાદ વધી રહ્યો હોવાની પાર્શ્ર્વભૂમિ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાન અમિત શાહને મળ્યા હતા. મુખ્ય પ્રધાન શિંદેએ અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાઇ રહ્યું છે. આ સાથે સીમાવિવાદ વધુ વકરે નહીં એ માટે એકનાથ શિંદેએ ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈના પ્રવાસને હાલપૂરતો રદ કર્યો હતો. સીમાવિસ્તારના પદાધિકારીઓ સાથે બેઠક બોલાવ્યા બાદ મુખ્ય પ્રધાન શિંદે આગળની રણનીતિ નક્કી કરશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ પર કર્ણાટકને એની જેમ જ જવાબ વાળવાની મહારાષ્ટ્રએ તૈયારી કરી હતી. મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારે સીમાપ્રશ્ર્ને સમન્વય સાધવા માટે પ્રધાનોની એક સમિતિની પણ નિમણૂક કરી હતી. આ સમિતિમાં ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈ છે.
—
ઉદ્યોગપ્રધાન ઉદય સામંત આજે સાંગલી જશે
મહારાષ્ટ્ર-કર્ણાટકમાં સીમાવિવાદ ભલે ગરમાયો હોય અને મહારાષ્ટ્રના બે પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઇનો મંગળવારનો પ્રવાસ ભલે હાલપૂરતો રદ કરવામાં આવ્યો હોય, પણ ઉદ્યોગપ્રધાન ઉદય સામંત સાંગલી જિલ્લાના જત તાલુકાના પ્રવાસે જવાના છે. સામંત સીમાવિસ્તારના નાગરિકો સાથે ચર્ચા કશે. તિકોંડી, ઉમદી અને માડગ્યાળ ખાતે ગામવાસીઓની સાથે બેઠક પણ હાથ ધરશે. અહીં આવેલા તળાવનો પણ સર્વે તેઓ હાથ ધરશે અને ત્યાર બાદ ગુડ્ડાપુર ખાતે પત્રકાર પરિષદને સંબોધશે. ઉ
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ: મહારાષ્ટ્રના પ્રધાનોનો પ્રવાસ હાલપૂરતો રદ: એકનાથ શિંદે અમિત શાહને મળશે
RELATED ARTICLES